________________
૮૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ 0 ] પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા શેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના
અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જોયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને
ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ.) (શક્તિ ૧૫ મી) [ ] શ્લોકાર્થ:- જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; (પરંતુ)
શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શેયજ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
ભાવાર્થ-જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય શેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે.
(૨૭૧ નો શ્લોકાર્થ તેમજ ભાવાર્થ) [ ] શ્લોકાર્થ-સહજ (-પોતાના સ્વભાવરૂપ) તેજ:પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન
થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે ( અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક શેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દૃષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે.)
(શ્લોક-૨૭૫ નો શ્લોકાર્થ)
જે શરીરની ક્રિયા કરે તે આત્મા? ના, –તે આત્મા નથી. પાપ કરે, પાપને છોડે તે આત્મા? ના, આત્માને સમજવાનો એ વ્યવહાર પણ નથી-એમ અહીં કહે છે. તો પરને જાણવાવાળો એવો આત્મા છે કે નહીં? પરને જાણે કોણ?શું જડ જાણે? તો કહે- ના, આત્માને સમજવાની એ રીત જ નથી. આત્મા તો પોતાને જાણે, શ્રદ્ધા અને ઠરે એવો ભેદ પાડવો તે વ્યવહાર છે. “એ વ્યવહાર પણ મ્લેચ્છભાષાના સ્થાનમાં છે.” અહા ! આ તો અલૌકિક વાત છે. (તા.૪/૧૦/૬૮ સમયસારગાથા ૮,૯-૧૦ ઉપરનાપૂ.ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)