________________
૯૦.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ મિથ્યાચરણ છે, જન્મ-મરણરૂપ સંસારનો વિકાર છે, વ્યવહારના વિષયભૂત આત્માનો અશુદ્ધ સ્વભાવ છે.
(દોહા નં-૫, પેઈજ નં-૨૪૬) જ્ઞાનનું શેયાકારરૂપ પરિણમન થાય છે પણ તે શેયરૂપ થઈ જતું નથી. [ ] અર્થ- જો કે જ્ઞાનનો સ્વભાવ શેયાકારરૂપ પરિણમન કરવાનો છે, તો પણ જ્ઞાન, જ્ઞાન
જ રહે છે અને શેય શેય જ રહે છે. આ મર્યાદા અનાદિકાળથી ચાલી આવે છે, કોઈ કોઈના સ્વભાવનું ગ્રહણ કરતું નથી. અર્થાત્ જ્ઞાન શેય થઈ જતું નથી અને શેય જ્ઞાન થઈ જતું નથી. આમ છતાં કોઈ મિથ્યામતી-વૈશેષિક આદિ કહે છે કે જોયાકાર પરિણમનથી જ્ઞાન અશુદ્ધ થઈ રહ્યું છે, તેથી તેઓ આ જ મૂર્ખાઈથી વ્યાકુળ થઈ ભટકે છેવસ્તુસ્વભાવને ન સમજતાં ભ્રમમાં ભૂલેલા છે.
વિશેષ- વૈશેષિકોનો એકાન્ત સિદ્ધાંત છે કે જગતના પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિમ્બિત થાય છે, તેથી જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે, જ્યાં સુધી અશુદ્ધતા નહિ મટે ત્યાં સુધી મુક્ત નહિ થાય. પરંતુ એમ નથી. જ્ઞાન સ્વચ્છ આરસી સમાન છે, તેના ઉપર પદાર્થોની છાયા પડે છે, તેથી વ્યવહારથી કહેવું પડે છે કે અમુક રંગનો પદાર્થ ઝળકવાથી કાચ અમુક રંગનો દેખાય છે, પણ વાસ્તવમાં છાયા પડવાથી કાચમાં કાંઈ પરિવર્તન થતું નથી, જેમનો તેમ બની રહે છે.
(સર્વવિશુદ્ધિ દ્વાર દોહા-૫૦, પેઈજ નં-ર૬૮, ૨૬૯)
(જગતના પદાર્થો પરસ્પર અવ્યાપક છે.) [ કુ ] ભાવાર્થ- વ્યવહારનયથી જગતના દ્રવ્યો એકબીજાને મળે છે, એકબીજામાં પ્રવેશ કરે
છે અને એકબીજાને અવકાશ આપે છે પણ નિશ્ચયનયથી સર્વ નિજાશ્રિત છે, કોઈ કોઈને મળતું નથી. જીવના પૂર્ણ જ્ઞાનમાં તે બધા અને અપૂર્ણ જ્ઞાનમાં યથાસંભવ જગતના પદાર્થો પ્રતિભાસિત થાય છે, પણ જ્ઞાન તેમને મળતું નથી અને ન તે પદાર્થો
જ્ઞાનને મળે છે. (વિશુદ્ધિાર-દોહા-પ૧ નો ભાવાર્થ પેઈજ નં-ર૬૯) [ કુ ] ભાવાર્થ- સ્યાદ્વાદ જ્ઞાનની નિરાકાર અને સાકાર બને પરિણતિને માને છે. સાકાર તો
તેથી કે જ્ઞાનની શેયાકાર પરિણતિ થાય છે અને નિરાકાર એટલા માટે કે જ્ઞાનમાં
શેયજનિત કોઈ વિકાર થતો નથી. (સર્વવિશુદ્ધિ દ્વાર-દોહા-પ૬, પેઈજ નં-૨૭૨) [ ] અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરે છે અને શુદ્ધ વસ્તુ જાણવાથી હૃદયમાં
શુદ્ધ દષ્ટિ રાખે છે, તેથી તેઓ સાહજિક સ્વભાવનો લોપ કરતા નથી; અભિપ્રાય એ છે કે શેયાકાર થવું એ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના સ્વભાવનો લોપ કરતા નથી.
(સર્વ વિશુદ્ધિ દ્વાર દોહા-૫૭, પેઈજ નં-૨૭૨) [ 0 ] અર્થ- જેવી રીતે ચંદ્રના કિરણો પ્રકાશિત થઈને ધરતીને સફેદ કરી નાખે છે પણ
ધરતીરૂપ થઈ જતા નથી જ્યોતિરૂપ જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનશક્તિ હેય-ઉપાદેયરૂપ શેય પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ શેયરૂપ થઈ જતી નથી; શુદ્ધવસ્તુ શુદ્ધપર્યાયરૂપ