________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
[]
- ચોથા નયાભાસનું સ્વરૂપ -
અન્વયાર્થઃ- આ પણ નયાભાસ છે કે જ્ઞાન અને શેયને પરસ્પર બોધ્ય – બોધક સંબંધ છે જેમ કે જ્ઞાન, શેયગત છે અને એ શેય પણ જ્ઞાનગત છે.
ભાવાર્થ:- જ્ઞેય-શાયક સંબંધને લઈને જ્ઞાનને જ્ઞેયગત કહેવું તથા શેયને જ્ઞાનગત કહેવા તે પણ નયાભાસ છે. તેનું કા૨ણઃ- (ગાથા-૫૮૫, પેઈજ નં. ૨૫૩) [ ] અન્વયાર્થઃ- વિધિપૂર્વક પ્રતિષેધ થાય છે તથા પ્રતિષેધ પૂર્વક વિધિ થાય છે પરંતુ એ બંને વિધિનિષેધાત્મક નયોની મૈત્રી અર્થાત્ બન્ને નયોનું એક સાથ રહેવું એ પ્રમાણ છે. અથવા પોતાના અને ૫૨ના આકારને વિષય કરવાવાળું એટલે સ્વ-૫૨ વ્યવસાયાત્મક જે જ્ઞાન છે તે પ્રમાણ છે. [ ગાથા: ૬૬૫, - પેઈજ નં. - ૨૮૬] [ ] અન્વયાર્થ:- સારાંશ આ છે કે નિશ્ચયથી અર્થના આકારરૂપ થનારું જે જ્ઞાન છે તે પ્રમાણનું સ્વયં સિદ્ધ લક્ષણ છે તથા એક વિકલ્પાત્મક જ્ઞાન નયના આધિન છે, અર્થાત્ સામાન્યાત્મક વા વિશેષાત્મકજ્ઞાન નય કહેવાય છે તથા ઉભય વિકલ્પાત્મક જ્ઞાન એટલે સામાન્ય વિશેષાત્મક જ્ઞાન પ્રમાણ કહેવાય છે.
૯૯
ભાવાર્થ:- અર્થ વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણનું લક્ષણ છે, પ્રત્યેક જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, જે જ્ઞાન એકદેશને વિષય કરે છે તેને નયજ્ઞાન કહે છે તથા જે જ્ઞાન યુગપત્ (એકસાથ ) સર્વદેશને વિષય કરે છે તેને પ્રમાણજ્ઞાન કહે છે.
( ગાથા-૬૬૬, પેઈજ નં-૨૮૬) [ ] ભાવાર્થ:- જેમ દર્પણ અને દર્પણમાં રહેલા પ્રતિબિંબનો યુગપત્ પ્રતિભાસ થાય છે તે જ પ્રમાણે સામાન્ય વિશેષને યુગપત્ વિષય કરવાવાળું જ્ઞાન, સમ્કજ્ઞાન કહેવાય છે, અન્ય નહિ; કારણકે જ્ઞાનને દર્પણ સમાન તથા તેમાં રહેલા વિષયને પ્રતિબિંબ સમાન માનવામાં આવ્યો છે. ( ગાથા-૬૭૩, પેઈજ નં. ૨૮૯ )
શ્રી પંચાધ્યાયી ભાગ
જીવની સ્વચ્છતા બતાવવા દર્પણનું દૃષ્ટાંત કહે છે.
ભાવાર્થ:- જેમ દર્પણમાં જે મયુરનું પ્રતિબિંબ પડે છે તે પ્રતિબિંબ વાસ્તવિક મયુર કહેવાતો નથી, જો તે પણ વાસ્તવિક હોય તો તે પ્રત્યક્ષ મયુરની માફક પ્રત્યક્ષ થવો જોઈએ પરંતુ દર્પણમાં તે પ્રત્યક્ષ થતો નથી પણ માત્ર તેનું પ્રતિબિંબ જ જણાય છે, તે જ પ્રમાણે જીવાદિ નવતત્ત્વો જીવની નવ અવસ્થાઓ છે પણ તે વાસ્તવિક ત્રિકાલિક જીવ સ્વરૂપ નથી, જીવાદિ નવ તત્ત્વો જીવની અવસ્થાઓ છે પણ તે શુદ્ધજીવદ્રવ્ય નથી. (ગાથા-૧૬૦, પેઈજ નં. ૮૦) [] ભાવાર્થ:- જેવી રીતે જપા પુષ્પના યોગથી સ્ફટિકમણીમાં જે લાલિમાનો પ્રતિભાસ થાય છે તે ક્ષણિક છે પણ સ્ફટિકનું સ્વરૂપ નથી, તેવી જ રીતે જીવાદિ નવ તત્ત્વોમાં જે જીવનો પ્રતિભાસ થાય છે તે વાસ્તવિક નથી, પરંતુ કેવળ વ્યવહા૨દૃષ્ટિથી છે– શુદ્ઘર્દષ્ટિથી
-
૨