________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), જે એક છે (સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિબંધ છે એવા જ્ઞાનને દેખે છે-અનુભવે છે.
ભાવાર્થ-જ્ઞાન છે તે શેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, શેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.
(શ્લોક નં. ૨૫૦ નો ભાવાર્થ) [ ] ભાવાર્થ- એકાંતવાદી જોયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને
તેમાંથી શેયાકારો દૂર કરીને, જ્ઞાનને શેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી,
જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે. (શ્લોક-૨૫૧ નો ભાવાર્થ) [ઉ] શ્લોકાર્ધ - પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ભિન્ન ક્ષેત્રમાં રહેલા શેયપદાર્થોમાં
જે શેયજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) સદા નાશ પામે છે; અને સ્યાદ્વાદનો જાણનાર તો, સ્વક્ષેત્રથી અતિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), આત્મામાં જ આકારરૂપ થયેલાં શેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, ટકે છે-જીવે છે (-નષ્ટ થતો નથી).
(શ્લોક-૨૫૪) [] ભાવાર્થ:- “પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને
જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ” એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, શેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
(શ્લોક ૨૫૫ નો ભાવાર્થ)
-શક્તિઓ[ ] સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ (જે શેય પદાર્થોના વિશેષરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાન શક્તિ.).
(શક્તિ ૪થી) [ s ] અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક
આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.) (શક્તિ ૧૧ મી)