________________
૮૯
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણકે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી” . માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સપુરુષો! હવે તમે મુદિત થાઓ”.
(શ્લોક-૧૨૬ નો ભાવાર્થ) [ ૯ ] ભાવાર્થ-સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના
પણ સામાન્ય પ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.
(શ્લોક-૧૮૩નો ભાવાર્થ) [ 8 ] ભાવાર્થ- કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ,
અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું ) અને ધીર (આકુળતા વિનાનું) –એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિનામાં લીન થયું.
(શ્લોક-૧૯૨ નો ભાવાર્થ) [] ટીકા:- ... માટે, જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા
છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જોય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું ; તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી શેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો ( જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેરૂપે જ પરિણમતો થકો ), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.
ભાવાર્થ-.... આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી શેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને
જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે.
(૩૩ર થી ૩૪૪ ની ટીકામાંથી)