________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ (અજ્ઞાનની સિદ્ધિ પણ પ્રતિભાસથી થાય છે.) [ ] ટીકા- ખરેખર એ રીતે, “હું ક્રોધ છું' ઇત્યાદિની જેમ અને “હું ધર્મદ્રવ્ય છું' ઇત્યાદિની
જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર *આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું ) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું' એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી વ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે
યજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, “હું પરદ્રવ્ય છું' એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્ણિત થયો
હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. (ગાથા-૯૬ ની ટીકા) [ઉ] ટીકા-કારણકે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ
કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે–આવું જ જાણે છે તે સમસ્ત કર્તુત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ
(ગાથા-૯૭ ની ટીકામાંથી) [ s ] ભાવાર્થ-જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે; પરંતુ
અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બને એકરૂપ-જડરૂપ-ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતાઆકુળતારૂપ સંકલ્પવિકલ્પ-ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને