________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૮૭. નાટક સમયસાર
કવિવર પં. શ્રી બનારસીદાસજી રચિત [ 0 ] અર્થ-ચૈતન્યરૂપ છે, અનંત ગુણ, અનંત પર્યાય અને અનંત શક્તિ સહિત છે, અમૂર્તિક
છે, અખંડિત છે. સર્વવ્યાપી છે, આ જીવદ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે. (લોક-અલોક પ્રતિબિસ્મિત થવાથી પૂર્ણજ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે.)
(ઉત્થાનિકા-દોહા-૨૦ પેઈજ નં-૧૫)
જ્ઞાતાની અવસ્થા [8 ] અર્થ- પોતાની જાતે પોતાનું સ્વરૂપ સંભાળવાથી અથવા શ્રીગુરુના મુખારવિંદ દ્વારા
ઉપદેશ સાંભળવાથી જેમને ભેદજ્ઞાન જાગૃત થયું છે અર્થાત્ સ્વપર વિવેકની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ છે, તે મહાત્માઓને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં અનંત ભાવ ઝળકે છે પરંતુ તેનાથી કાંઈ વિકાર થતો નથી. તેઓ સદા આનંદમાં મસ્ત રહે છે.
(જીવ દ્વાર-સવૈયા-૨૨, પેઈજ નં-૪૨)
તીર્થંકરના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ [ 0 ] અર્થ:- જેમને એવું જ્ઞાન જાગૃત થયું છે કે જેમાં દર્પણની પેઠે લોકાલોકના ભાવ
પ્રતિબિંબિત થાય છે, જેમને કેવળદર્શન પ્રગટ થયું છે, જેમને અંતરાય કર્મ નાશ પામ્યું છે, જેમને મહામોહકર્મનો નાશ થવાથી પરમ સાધુ અથવા મહા સંન્યાસી અવસ્થા પ્રાપ્ત થઈ છે, જેમણે સ્વાભાવિક યોગો ધારણ કર્યા છે તોપણ જે યોગોથી વિરક્ત છે, જેમને માપ પંચાસી પ્રકૃતિઓ બળી ગયેલી સીંદરીની રાખની પેઠે લાગેલી છે; એવા તીર્થંકરદેવ દેહરૂપ દેવાલયમાં સ્પષ્ટ ચૈતન્યમૂર્તિ શોભાયમાન થાય છે, તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. (જીવદ્વાર-સવૈયા ૨૯, પેઈજ નં-૪૭-૪૮)
ભેદવિજ્ઞાનનું પરિણામ [ s ] અર્થ:- જેમ કરવત લાકડાના બે ટુકડા કરી નાખે છે, અથવા જેમ રાજહંસ દૂધ અને
પાણીને જુદા કરી દે છે તેવી જ રીતે ભેદવિજ્ઞાન પોતાની ભેદક-શક્તિથી જીવ અને પુદગલને જુદા જુદા કરે છે. પછી એ ભેદવિજ્ઞાન ઉન્નતિ કરતાં કરતાં અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને પરમાવધિજ્ઞાનની અવસ્થાને પ્રાપ્ત થાય છે. અને એ રીતે વૃદ્ધિ કરીને પૂર્ણ સ્વરૂપના પ્રકાશ અર્થાત્ કેવળજ્ઞાનસ્વરૂપ થઈ જાય છે જેમાં લોક-અલોકના
સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. (અજીવ દ્વાર સવૈયા-૧૪, પેઈજ નં-૬૪) [ ] અર્થ- જેનો ઉદય થતાં હૃદયમાંથી મોહરૂપી મહા અંધકાર નષ્ટ થઈ જાય છે અને
શુભકર્મ સારું છે અથવા અશુભકર્મ ખરાબ છે, એ ભેદ મટીને બન્ને એકસરખા ભાસવા લાગે છે, જેની પૂર્ણ કળાના પ્રકાશમાં લોક-અલોક બધું ઝળકવા લાગે છે, તે કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાનું અવલોકન કરીને પં. બનારસીદાસજી મસ્તક નમાવીને વંદન કરે છે.
( પુણ્ય પાપ એકત્વ દ્વારા દોહા-૨, પેઈજ નં-૯૫)