________________
૮૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] ભાવાર્થ:- શુદ્ધનયની દૃષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો ‘જ્ઞાનને ૫૨શેયો સાથે ૫રમાર્થ સંબંધ છે' એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ચ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના ૫૨ કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે–આ લોકો તત્ત્વથી કાં ચ્યુત થાય છે ? (શ્ર્લોક ૨૧૫ નો ભાવાર્થ )
[ ] ભાવાર્થ:- શુદ્ઘનયની દૃષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન શેયને જાણે છે પરંતુ શેય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે શેયોનો પ્રવેશ નથી. (શ્ર્લોક ૨૧૬ નો ભાવાર્થ )
પરિશિષ્ટ ( ૧૪ ભંગના બોલ )
[] .....જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક શેયાકારો વડે ( –શેયોના આકારો વડે ) પોતાનો સકળ (–આખો, અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (-ખંડખંડરૂપ ) થયો માનીને નાશ પામે છે, ત્યારે ( તે જ્ઞાનમાત્ર ભાવનું ) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જીવાડે છે– નાશ પામવા દેતો નથી. (બોલ ત્રીજો )
[] વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક શેયાકા૨ોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે ( અર્થાત્ જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું ) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ( બોલ-ચોથો )
[] વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને (–૨હેવાને, પરિણમવાને ) માટે, ૫૨ક્ષેત્રગત શેયોના આકારોના ત્યાગ વડે ( અર્થાત્ જ્ઞાનમાં જે ૫૨ક્ષેત્રે ૨હેલ શેયોના આકા૨ આવે છે તેમનો ત્યાગ કરીને ) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે ૨હીને જ ૫૨ક્ષેત્રગત શેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું ) ૫૨ક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ( બોલ-આઠમો )
[ ] ( અનેક શેયોના આકારો શાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન-ખંડ-ખંડરૂપથઈ જતી માનીને ) સમસ્તપણે તૂટી જતો થકો ( અર્થાત્ ખંડખંડરૂપ અનેકરૂપ થઈ જતો થકો ) નાશ પામે છે; અને અનેકાંતનો જાણનાર તો, સદાય ઉદિત (–પ્રકાશમાન ) એકદ્રવ્યપણાને લીધે ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે શાનમાં