SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કરે છે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. (૧) સમ્યજ્ઞાન (૨) મિથ્યાજ્ઞાન. (ગાથા-૫૫૮-પેઈજ નં. ૧૮૭) [ [ अस्युपयोगि ज्ञानं सामान्य विशेषयोः समं सम्यक्। आदर्श स्थानीयात् तस्य प्रतिबिम्बिमात्रतोडन्यस्ये।। અર્થ - એક સાથે સામાન્ય વિશેષનું ઉપયોગાત્મકશાન સારી રીતે થઈ શકે છે. જેમ-દર્પણથી તેમાં પડનારું પ્રતિબિંબ જો કે (કથંચિત્ ) ભિન્ન છે તો પણ તે પ્રતિબિંબનું અને દર્પણનું એક સાથે જ્ઞાન થાય છે. ભાવાર્થ:- જે અનેક પ્રકારનું વિચિત્રજ્ઞાન થાય છે તે પણ અનેકોનું યુગપત્ જ થાય છે તેથી યુગપત્ર સામાન્ય વિશેષનું ઉપયોગી જ્ઞાન થાય છે એ બધાને સંમત છે. (ગાથા-૬૭૩-પેઈજ નં. ૨૨૦) ] અર્થ- જેમ દર્પણમાં મોરના સંબંધથી પ્રતિબિંબ (છાયા) પડે છે. પરંતુ વાસ્તવમાં છાયા પડતાં પણ ત્યાં મોર નથી. કેવળ દર્પણ જ છે. તેવી જ રીતે પુદ્ગલના નિમિત્તે જીવાત્મા અશુદ્ધ જણાય છે, વાસ્તવમાં તે શુદ્ધ નિરાળો જ છે. (ગાથા-૧૬૮-પેઈજ નં. ૩૧૨) જ્ઞાનનું દષ્ટાન્ત] અર્થ:- જે વખતે જ્ઞાન ઘટને જાણે છે તે વખતે તે સ્વયં ઘટજ્ઞાન કહેવાય છે. પરંતુ વાસ્તવમાં જ્ઞાન ઘટરૂપ થઈ જતું નથી. પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે અને ઘટઘટ રહે છે. ભાવાર્થ- જ્ઞાનનો એવો સ્વભાવ છે કે તે જે પદાર્થને જાણે છે, તે જ પદાર્થના આકારે થઈ જાય છે. આમ હોવા છતાં પણ તે જ્ઞાન પદાર્થરૂપ પરિણમતું નથી, વાસ્તવમાં તે તો જ્ઞાન જ છે. એવી જ રીતે જીવાત્મા પણ વાસ્તવમાં રાગદ્વેષાદિ વિકારમય નથી. (ગાથા-૧૭૦, પેઈજ નં.૩૧૩) જ્ઞાનનું લક્ષણ आकारोर्थ विकल्पः स्यादर्थः स्वपरगोचरः। सोपयोगो विकल्पो वा ज्ञानस्यैतद्धि लक्षणम्।। અર્થ- અર્થ વિકલ્પને આકાર કહે છે. સ્વપર પદાર્થોનું નામ અર્થ છે. ઉપયોગ અવસ્થાનું નામ વિકલ્પ છે. આ જ્ઞાનનું લક્ષણ છે. ભાવાર્થ- આત્મા અને બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદવિજ્ઞાન થવું, તે જ આકાર કહેવાય છે. આ જ આકાર જ્ઞાનનું લક્ષણ છે. પદાર્થોના ભેદભેદ સહિત નિશ્ચયાત્મક જ્ઞાનને જ આકાર કહે છે પર્થાત્ પદાર્થોને જાણવા તે જ આકાર કહેવાય છે. આ જ્ઞાનનું જ સ્વરૂપ છે. (ગાથા-૩૯૧, પેઈજ નં. ૩૭૪)
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy