________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સમયે;” જ્યાં સુધી જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે અને સાથે રાગનો પ્રતિભાસ થાય છે ત્યાં સુધી બંધ-મોક્ષ કાંઈ જ નથી, રાગ તો માત્ર શેય પણે જ રહે છે; આવા શેય-જ્ઞાયક વ્યવહાર સંબંધને ન જાણતાં અને રાગના પ્રતિભાસમાં એકત્વ કરતાં તે રાગ શેયપણે ન રહેતાં તે કર્મ બની જાય છે. રાગ ઉત્પન્ન થયો ત્યારે તે કર્મપણે ન હતો, ત્યારે તો તે શેયપણે જ હતો; એ રાગને ઉપયોગાત્મક કરે છે તો ભાવબંધ થાય છે.
મિથ્યાત્વનો ઉદય પુગલની સત્તામાં આવ્યો છે, અહીં જ્ઞાનમાં તેનો પ્રતિભાસ થાય છે, તે સમયે ભેદજ્ઞાનથી શૂન્ય હોવાના કારણે જેનો પ્રતિભાસ થયો છે તેમાં એકત્વ કરે છે.... તો એક સમય પૂરતો વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે. જો વિશેષ અપેક્ષાએ કર્તા ન થતો હોય તો નવ તત્ત્વોની સિદ્ધિ પણ ન થાત. જ્ઞાન ઉપયોગ તો જ્ઞાયકને જાણવાનું સાધન હતું તેને બદલે હું પરને જાણું છું એવી મિથ્યા માન્યતા ઊભી કરી અને તે સમયે સમયે ઉપયોગનો દૂર ઉપયોગ કરે છે.
મિથ્યાત્વનું સ્વરૂપ અને તેની લીલાનો નિર્દેશ કરતાં અમિતગતિ આચાર્યદેવ યોગસારમાં લખે છે કે જે વસ્તુ જે રૂપે સ્થિત છે તેનું તે રૂપે જ્ઞાન ન થતાં અન્ય વિપરીતારિરૂપે જાણવું થાય છે તેને પુરુષોએ મિથ્યાત્વ માન્યું છે. આ મિથ્યાત્વ સંપૂર્ણ કર્મરૂપ બગીચો ઉગાડવામાં તથા વિસ્તારવા માટે જળસિંચન સમાન છે. મિથ્યાત્વનું આ વિશેષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેની પૂરેપૂરી લીલાનો સંકેત કરે છે.
શેય જ્ઞાયક સંબંધ લક્ષણ“પરથી ભિન્ન સ્વયંમાં તન્મય નિજના જાણનાર,
લોકાલોક સહજ પ્રતિભાસે, સર્વજ્ઞ કહે વ્યવહાર.” જિનવાણીમાં વ્યવહારનયની પ્રધાનતાપૂર્વકના ઢગલાબંધ કથનો જોવા મળે છે, તેથી નિશ્ચયની જેમ વ્યવહારનું સ્વરૂપ પણ જાણવું ઘણું જરૂરી છે. કારણકે તે વ્યવહાર તેને નિશ્ચયરૂપ ન ભાસે અને નિશ્ચય સદા મુખ્ય જ રહ્યા કરે તેથી દરેક વિવિક્ષા અને તે વિવિક્ષા કહેવા પાછળનો આશય તેણે સમજવો રહ્યો.
શેય-જ્ઞાયક સંબંધ લક્ષણ એટલે પદાર્થોનો શેયાકાર સ્વભાવ અને જ્ઞાનના સ્વચ્છત્વ રૂપનો જ્ઞાનાકાર સ્વભાવ એ બે વચ્ચે ગ્રાહ્ય ગ્રાહક સંબંધથી ઊભો થયેલો વ્યવહાર છે.
એટલું ખરું કે જ્ઞાને કોઈપણ પ્રકારે લોકાલોકને પ્રસિદ્ધ તો કર્યું છે. જ્ઞાનની અપરિમિત દિવ્ય શક્તિની બહાર કોઈ પદાર્થ છૂપો રહી શકતો નથી. બધા પદાર્થો જ્ઞાનની આણમાં વર્તે છે છતાં જ્ઞાનમાં જ્ઞાયક વર્તે છે અને જ્ઞાયકમાં જ્ઞાન વર્તે છે.
કોઈપણ નિમિત્તભૂત શેયાકાર, જ્ઞાનની સ્વચ્છતામાં આવતો નથી તે તો વસ્તુનો નિયમ છે. જ્ઞાન પોતે સ્વયંભૂ તત્વ હોવાથી.. તેને પોતાના જ્ઞાનમાં રચાતા વૈચિત્ર્ય