________________
48
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ શક્તિમયી શેયાકારોને જાણવા માટે બહારના શેયાકારને જ્ઞાનમાં બોલાવવા પડે તેવી જ્ઞાનને કદી જરૂરત પડવાની જ નથી. લોકાલોક જેવા આકાર પોતાના સ્વચ્છત્વરૂપ જાનનભાવમાં ઉત્પન્ન થાય છે તે લોકાલોક સાથે કોઈપણ પ્રકા૨નો સંબંધ રાખ્યા વિના
જ થાય છે આ જ્ઞાનની નૈસર્ગિક અકૃત્રિમ લીલા છે.
શેયોની સહાયતા વિના, શેયોના લક્ષ વિના, શેયોમાં પ્રવિષ્ટ થયા વિના, શેયોની સમીપ ગયા વિના, શેયો ભૂતના હો કે ભવિષ્યના હો તે શેયોને દેખ્યા વિના... શેયોથી અત્યંત ઉદાસીન.. ઉપેક્ષિત.. ભાવે રહીને તે પોતાની જ્ઞાન સૃષ્ટિમાં રચાયેલા જ્ઞાન તરંગોને જાણે છે તે તો જ્ઞાનની એકરૂપ સંપત્તિ છે. આ જ્ઞાનના શીશ મહેલમાં જ્ઞાન સિવાય ત્યાં અન્ય કાંઈ હોતું જ નથી તે વિધિનું વિધાન ત્રિકાળ સમંત છે. સર્વજ્ઞના વિજ્ઞાનની લેબોરેટરીમાં ટેસ્ટ કરતાં જણાયું કે ત્યાં તો માત્ર નિર્દોષ જ્ઞાન પ્રકાશની પ્રભા છે. જ્ઞાન પોતાની ઉપાદાન શક્તિથી પોતાનામાં જ્ઞાનરૂપ પરિણમન કરે છે. તે જ્ઞાન પરિણતિ પોતાની નિર્મલતાના કારણે સ્વયં શેયાકારોના પ્રતિભાસરૂપે પરિણમે છે. જ્ઞાનમાં નિમિત્તભૂત સમસ્ત જ્ઞેયાકારો પ્રતિફલિત થાય છે તો પણ કેવળીને તે જ્ઞેયાકા૨ોમાં કદાપિ મમત્વ થતું નથી. આ પ્રકારે વ્યવહારે શાતા-શેયનો સંબંધ રહી ગયો અને ૫૨ સાથે લક્ષરૂપ સંબંધ તૂટી ગયો.
શ્રી પ્રવચનસાર ગાથા-૨૦૦ ના બે ટીકાકાર તેમાં એક ટીકાકાર વ્યવહારની મુખ્યતાથી કથન કરે છે અને બીજા ટીકાકાર નિશ્ચયની મુખ્યતાથી કથન કરે છે. અમૃતચંદ્રદેવ લખે છે કે એવો કોઈ અપૂર્વ શેય-જ્ઞાયક સંબંધ છે કે જેનાથી સર્વ શેય પદાર્થો પોતપોતાના આકારો કેવળજ્ઞાનમાં ઝલકાવવાને સમર્થ છે અને કેવળજ્ઞાન તે સર્વ ઝલકમય શેયાકારોને જાણવાને સમર્થ છે.
“હું કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે શેય-જ્ઞાયક સંબંધ લક્ષણની અનિવાર્યતાને કા૨ણે જ્ઞેય-જ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી” જ્યારે જયસેન આચાર્યદેવ કહે છે કે— “પ્રથમ તો હું કેવલજ્ઞાન-દર્શન સ્વભાવરૂપ હોવાથી શાયક એકરૂપ ટંકોત્કીર્ણ સ્વભાવી છું. આમ હોવા છતાં મારે ૫૨ દ્રવ્યોની સાથે સ્વસ્વામી આદિ સંબંધ નથી પરંતુ નિશ્ચયથી શેય જ્ઞાયક સંબંધ પણ નથી.” જ્ઞાનમાં પ્રમાણ અને જ્ઞેયોમાં પ્રમેય એવો શેય–જ્ઞાયક સંબંધ અનાદિથી ધારાપ્રવાહરૂપથી ચાલ્યો આવે છે અને તે અનંતકાળ સુધી ચાલતો રહેશે. આ ત્રિકાળ અબાધિત વસ્તુની સ્થિતિ છે જે અમિટ સ્વભાવ ધરાવે છે તેને મિટાવવા કોઈ સમર્થ નથી. પૂ. ગુરુદેવશ્રી જ્ઞાન શેય દ્વૈતનયના પ્રવચનમાં ફરમાવે છે કે “જ્ઞાનનું એવું દિવ્ય સામર્થ્ય છે કે તે જ્ઞાન પોતે જ સ્વતઃ શેયોના પ્રતિભાસરૂપે પરિણમે છે.'' જ્ઞાન શેયોને વિષય બનાવવા જતું નથી તો પણ પ્રતિભાસ્ય પ્રતિભાસકપણાના નિર્દોષ ઉપચરિત સ્વભાવના કારણે પદાર્થાકારો