________________
૭૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ચેતનપણાને લીધે સ્વાનુભવપ્રત્યક્ષ છે તે રૂપે-પરિણમે છે. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત શેયને નથી જાણતો તે (આત્મા), જેમ સમસ્ત દાહ્યને નહિ દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એક દહન જેનો આકાર છે એવા પોતારૂપે પરિણમતો નથી તેમ, સમસ્ત ? યહેતુક સમસ્તશેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપેપોતે ચેતનપણાને લીધે સ્વાનુભવપ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમતો નથી (અર્થાત્ પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી જાણતો નથી). આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને (-આત્માને) જાણતો નથી.
ભાવાર્થ- જે અગ્નિ કાષ્ટ, તૃણ, પર્ણ વગેરે સમસ્ત દાહ્યને દહતો (બાળતો ) નથી, તેનો દહનસ્વભાવ (કાષ્ટાદિ સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા) સમસ્તદાહ્યાકા૨પર્યાયે નહિ પરિણમતો હોવાથી અધૂરારૂપે પરિણમે છે પરિપૂર્ણરૂપે પરિણમતો નથી, તેથી પરિપૂર્ણ એક દહન જેનું સ્વરૂપ છે એવો તે અગ્નિ પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી; તેવી જ રીતે જે આત્મા સમસ્ત દ્રવ્ય-પર્યાયરૂપ સમસ્તશેયને જાણતો નથી, તેનું જ્ઞાન (સમસ્ત જોય જેનું નિમિત્ત છે એવા) સમસ્તøયાકારપર્યાયે નહિ પરિણમતું હોવાથી અધૂરારૂપે પરિણમે છે-પરિપૂર્ણરૂપે પરિણમતું નથી, તેથી પરિપૂર્ણ એક જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી અર્થાત્ પોતાને જ પૂર્ણ રીતે અનુભવતો-જાણતો નથી. આ રીતે સિદ્ધ થયું કે જે સર્વને જાણતો નથી તે એકને પોતાને- (પૂર્ણ રીતે ) જાણતો નથી.
(ગાથા ૪૮ની ટીકા તેમજ ભાવાર્થ) [ ] હવે એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છે -
અન્વયાર્થ-જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને (-આત્મદ્રવ્યને ) તથા અનંત દ્રવ્યસમૂહને યુગપ જાણતો નથી તો તે (પુરુષ) સર્વને (-અનંત દ્રવ્યસમૂહને) કઈ રીતે જાણી શકે ? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.)
ટીકા- પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે; અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું (-રહેલું ) પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે ( પ્રતિભાસમય મહાસામાન્ય) પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે; અને તે વિશેષોનાં (-ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્યવડે વ્યાપ્ય (-વ્યપાવાયોગ્ય) જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી ( જાણી) શકે ? ( ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી.
હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના