________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૭૯ છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મનોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ શેય છે તે પ્રતિભાસે છે” –એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે.
(ગાથા-૧૯ ની ટીકા તેમજ ભાવાર્થમાંથી) [ ] હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- જે પુરુષો પોતાથી જ અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી અવિચળ (નિશ્ચળ) પોતાના આત્માની અનુભૂતિને પામે છે, તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી નિરંતર વિકારરહિત હોય છે, ત્વજ્ઞાનમાં જે શેયોના આકાર
પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. (શ્લોક-૨૧) [ 8 ] ભાવાર્થ-..... જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને
કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો.
(શ્લોક-૩ર ના ભાવાર્થમાંથી) [ ] (શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો
પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો
તેથી “અખંડ' એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે..... (શ્લોક-૪૭ માંથી) [ઉ] ભાવાર્થ- પરમાર્થે જીવ-પુગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન
હોય ત્યાં સુધી બહારની તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.
(ગાથા-૮૪ ના ભાવાર્થમાંથી) [ રે ] ટીકા:- મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને
દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દાંતથી સમજાવવામાં આવે છે - જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે ( બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના