________________
Q
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
વડે નિષ્પનપણું (-રચાયેલાપણું, બનેલાપણું) જેમાં ઉતરેલું પ્રતિભાસે છે, તે જીવ છે; અને જેમાં ઉપયોગની સાથે રહેનારી, યથોક્ત લક્ષણવાળી ચેતનાનો અભાવ હોવાથી બહાર તેમજ અંદર અચેતનપણું ઉતરેલું પ્રતિભાસે છે, તે અજીવ
(ગાથા-૧૨૭ની ટીકામાંથી) [ 2 ] ..પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની (સમસ્ત
પદાર્થોની) સાથે પણ સહજ શેયજ્ઞાયકલક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામીલક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. હવે, એક જ્ઞાયકભાવનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂતવર્તમાન-ભાવી વિચિત્ર પર્યાયસમૂહવાળાં, અગાધસ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દેટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ-એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે, શેયજ્ઞાયકલક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે શેય-જ્ઞાયકને ભિન્ન પાડવાં અશકય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા શાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી.......
(ગાથા-૨00 ની ટીકામાંથી) [ s ] આત્મદ્રવ્ય દ્રવ્યનયે, બાળક શેઠની માફક અને શ્રમણ રાજાની માફક, અનાગત અને
અતીત પર્યાયે પ્રતિભાસે છે ( અર્થાત્ આત્મા દ્રવ્યનયે ભાવી અને ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે, જેમ બાળક શેઠપણાસ્વરૂપ ભાવી પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે અને મુનિ રાજાસ્વરૂપ ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે તેમ).
(૧૪મી દ્રવ્યનય) [ ] આત્મદ્રવ્ય ભાવનયે, પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક, તત્કાળના (વર્તમાન)
પર્યાયરૂપે ઉલ્લસે-પ્રકાશે–પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા ભાવનયે વર્તમાન પર્યાયરૂપે પ્રકાશે છે, જેમ પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રી પુરુષત્વરૂપ પર્યાયરૂપે પ્રતિભાસે છે તેમ).
(૧૫ મી ભાવનય) [ ] આત્મદ્રવ્ય જ્ઞાન શેય તનય, પરના પ્રતિબિંબોથી સંપૂક્ત દર્પણની માફક, અનેક છે
(અર્થાત્ આત્મા જ્ઞાન અને શેયના તરૂપ નયે અનેક છે, જેમ પર પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ) (૨૫ મી જ્ઞાન શેય દૈતનય)