________________
૭૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જ્ઞાનથી સર્વનું જ્ઞાન; અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસચેતક હોવાથી, જ્ઞાતા અને શેયનું વસ્તપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને શેય, આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશકય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છે-જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છેઅનુભવે છે જાણે છે અને પોતાને જાણતાં સર્વ શેયો-જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે જણાય છે, કારણકે જ્ઞાનની અવસ્થામાંથી શેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જો આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય.
ભાવાર્થ૪૮ ને ૪૯ મી ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન અને સર્વનું જ્ઞાન એકીસાથે જ હોય છે. પોતે અને સર્વ-એ બેમાંથી એકનું જ્ઞાન હોય અને બીજાનું ન હોય એ અસંભવિત છે.
(ગાથા-૪૯ ની ટીકા તેમજ ભાવાર્થ) [ ] છે “જ્ઞાન” અર્થવિકલ્પને જીવથી કરાતું “કર્મ' છે,
-તે છે અનેક પ્રકારનું, “ફળ” સૌખ્ય અથવા દુઃખ છે.”
અવયાર્થ- અર્થવિકલ્પ (અર્થાત્ સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ્ અવભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે, તે અનેક પ્રકારનું છે; સુખ અથવા દુઃખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે.
ટીકા- પ્રથમ તો, અર્થવિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં, અર્થ એટલે શું? સ્વ-પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ, અને દર્પણના નિજ વિસ્તારની માફક (અર્થાત્ જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ ને પર આકારો એકીસાથે પ્રકાશે છે તેમ ) જેમાં યુગપ સ્વ-પર આકારો અવભાસે છે એવો જે અર્થવિકલ્પ તે જ્ઞાન.
ભાવાર્થ- જેમાં સ્વ તે સ્વ-રૂપે અને પર તે પરરૂપે (પરસ્પર ભેળસેળ વિના, સ્પષ્ટ ભિન્નતાપૂર્વક) એકીસાથે પ્રતિભાસે તે જ્ઞાન છે...
(ગાથા-૧૨૪ ની ટીકા તેમજ ભાવાર્થમાંથી) [ ] જીવનું વિશેષ લક્ષણ ચેતના-ઉપયોગપણું (ચેતનામયપણું તથા ઉપયોગમયપણું)
છે; અને અજીવનું (વિશેષ લક્ષણ) અચેતનપણું છે. ત્યાં, (જીવના) સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી (જીવના) સ્વરૂપપણે પ્રકાશતી, અવિનાશિની, ભગવતી સંવેદનરૂપ ચેતના વડે તથા ચેતના પરિણામ લક્ષણ, દ્રવ્ય પરિણતિરૂપ ઉપયોગ