________________
७४
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ 8 ] .વળી, પોતાથી અભિન્ન એવા સમસ્ત જોયાકારોરૂપે પરિણમેલું જે જ્ઞાન તે રૂપે
સ્વયં પરિણમનારને, કાર્યભૂત સમસ્ત શેયાકારોના કારણભૂત સર્વ પદાર્થો જ્ઞાનવર્તી જ કથંચિત્ છે. (માટે) જ્ઞાતા ને જ્ઞાનના વિભાગની કિલષ્ટ કલ્પનાથી શું પ્રયોજન છે?
(ગાથા-૩૫ પેઈજ નં-૬૦) [ ] ટીકા:- ( જીવાદિ) સમસ્ત દ્રવ્યજાતિઓના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે કાળની
મર્યાદા જેટલી હોવાથી (અર્થાત્ તેઓ ત્રણે કાળે ઉત્પન્ન થયા કરતા હોવાથી), તેમના (તે સમસ્ત દ્રવ્યજાતિઓના), ક્રમપૂર્વક તપતી સ્વરૂપ સંપદાવાળા (-એક પછી એક પ્રગટતા), વિદ્યમાનપણાને અને અવિધમાનપણાને પામતા, જે કોઈ જેટલા પર્યાયો છે, તે બધાય, તાત્કાલિક (વર્તમાનકાલીન) પર્યાયોની માફક, અત્યંત મિશ્રિત હોવા છતાં સૌ પર્યાયોનાં વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે, એક ક્ષણે જ, ૭જ્ઞાનમહેલમાં સ્થિતિ પામે છે. આ (ત્રણે કાળના પર્યાયોનું વર્તમાન પર્યાયોની માફક જ્ઞાનમાં જણાવું) અયુક્ત નથી; કારણકે
(૧) તેનો દેષ્ટની સાથે (જગતમાં જે જોવામાં આવે છે-અનુભવાય છે તેની સાથે ) અવિરોધ છે. (જગતમાં) દેખાય છે કે છાસ્થને પણ, જેમ વર્તમાન વસ્તુ ચિંતવતાં તેના આકારને જ્ઞાન અવલંબે છે તેમ, વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતાં (પણ) તેના આકારને જ્ઞાન અવલંબે છે.
(૨) વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો (-આલેખ્ય આકારો) સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં (-જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોના શેયાકારો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે.
(૩) વળી સર્વ શેયાકારોનું તાત્કાળિકપણું (વર્તમાનપણું, સાંપ્રતિકપણું ) અવિરુદ્ધ છે. જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના આલેખાકારો વર્તમાન જ છે, તેમ અતીત
અને અનાગત પર્યાયોના શેયાકારો વર્તમાન જ છે. (ગાથા-૩૭ની ટીકામાંથી) [ ] ભાવાર્થ- શેય પદાર્થોરૂપે પરિણમવું અર્થાત્ “આ લીલું છે, આ પીળું છે' ઇત્યાદિ
વિકલ્પરૂપે શેય પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે; શેય પદાર્થોમાં અટકવું તેમના સન્મુખ વૃત્તિ થવી, તે જ્ઞાનનું સ્વરૂપ નથી.
(ગાથા-૪ર ના ભાવાર્થમાંથી, પેઈજ નં.૭૨) [G] હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છે
અન્વયાર્થ- જે એકીસાથે સૈકાલિક ત્રિભુવનસ્થ (–ત્રણે કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી, તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શકય નથી.
ટીકા:- તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા (-આત્મા) સમસ્તશેયહેતુક સમસ્તશેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે-જે