________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
બિંબ-સમાન પોતપોતાના શેયાકારોનાં કારણો ( હોવાથી) અને પરંપરાએ પ્રતિબિંબ સમાન શેયાકારોનાં કારણો હોવાથી પદાર્થો કઈ રીતે જ્ઞાનસ્થિત નથી નક્કી થતા? (અવશ્ય જ્ઞાનસ્થિત નક્કી થાય છે.)
ભાવાર્થ-દર્પણમાં મયૂર, મંદિર, સૂર્ય, વૃક્ષ વગેરેનાં પ્રતિબિંબ પડે છે. ત્યાં નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની જ અવસ્થા છે; છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને, કાર્યમાં કારણનો ઉપચાર કરીને “મયૂરાદિ દર્પણમાં છે એમ વ્યવહારથી કહેવાય છે. એવી રીતે જ્ઞાનદર્પણમાં પણ સર્વ પદાર્થોના સમસ્ત શેયાકારોનાં પ્રતિબિંબ પડે છે અર્થાત્ પદાર્થોના શેયાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ શેયાકારો થાય છે (કારણકે જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહિ). ત્યાં નિશ્ચયથી તો જ્ઞાનમાં થતા જોયાકારો જ્ઞાનની જ અવસ્થા છે, પદાર્થોના શેયાકારો કાંઈ જ્ઞાનમાં પેઠા નથી. નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઈએ તો, જ્ઞાનમાં થતા જોયાકારોનાં કારણ પદાર્થોના શેયાકારો છે અને તેમનાં કારણ પદાર્થો છે-એ રીતે પરંપરાએ જ્ઞાનમાં થતા જોયાકારોનાં કારણ પદાર્થો છે; માટે તે (જ્ઞાનની અવસ્થારૂપ) જોયાકારોને જ્ઞાનમાં દેખીને, કાર્યમાં કારણનો ઉપચાર કરીને “પદાર્થો જ્ઞાનમાં છે' એમ વ્યવહારથી કહી શકાય છે.
(ગાથા-૩૧ ની ટીકા અને ભાવાર્થમાંથી)
( ગાથા ૩ર માં ભાવાર્થ કર્તા... અંતમાં લખે છે કે) [ ] “..આ રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત આત્મા પરથી અત્યંત ભિન્ન હોવાથી અને દરેક આત્મા
સ્વભાવે કેવળીભગવાન જેવો જ હોવાથી, નિશ્ચયથી દરેક આત્મા પરથી ભિન્ન છે એમ સિદ્ધ થયું.”
[માટે સિદ્ધ થયું કે ઉપયોગ લક્ષણથી પરિણત જીવ પણ કેવળી જેવો છે. માટે તેના સામાન્ય જ્ઞાનોપયોગની સ્વચ્છતા પણ આકારાન્તર પામતી નથી.]
ટીકાઃ- આ આત્મા, સ્વભાવથી જ પારદ્રવ્યને ગ્રહવા-મૂકવાનો તથા પરદ્રવ્યરૂપે પરિણમવાનો (તેને) અભાવ હોવાથી, સ્વતન્તભૂત કેવળજ્ઞાનરૂપે પરિણમીને નિષ્કપનીકળતી જ્યોતિવાળા ઉત્તમ મણિ જેવો થઈને રહ્યો થકો, (૧) જેને સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) દર્શનજ્ઞાનશક્તિ સ્કુરિત છે એવો થયો થકો, નિઃશેષપણે આખાય (પરિપૂર્ણ) આત્માને આત્માથી આત્મામાં સંચેતે જાણે-અનુભવે છે, અથવા (૨) એકસાથે જ સર્વ પદાર્થોના સમૂહનો સાક્ષાત્કાર કરવાને લીધે સિપરિવર્તનનો અભાવ થવાથી જેને ગ્રહણત્યાગ સ્વરૂપ ક્રિયા વિરામ પામી છે એવો થયો થકો, પ્રથમથી જ સમસ્ત શેયાકારોરૂપે પરિણમ્યો હોવાથી પછી પરરૂપે-આકારાન્તરરૂપે નહિ પરિણમતો થકો, સર્વ પ્રકારે અશેષ વિશ્વને, (માત્ર) દેખે જાણે છે. આ રીતે (પૂર્વોક્ત બન્ને રીતે) તેનું (આત્માનું પદાર્થોથી) અત્યંત ભિન્નપણું જ છે.
(ગાથા-૩ર ની ટીકા તેમજ ભાવાર્થનો અંતિમ પારો)