________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૭૧
કે જેમાં પોતાનો પુરુષાકાર પ્રતિભાસે છે એવા નિર્મળ જળનો આસ્વાદ લે છે. તેમ ઘણા અજ્ઞાની જીવો કર્મના સંયોગથી જેનો જ્ઞાનસ્વભાવ ઢંકાઈ ગયો છે એવા અશુદ્ધ આત્માને અનુભવે છે. કોઈ પોતાની બુદ્ધિ વડે શુદ્ધ નિશ્ચયનયના સ્વરૂપને જાણી કર્મ અને આત્માને જુદા કરે છે. ત્યાં નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાના ચૈતન્ય પુરુષનો આકાર પ્રતિભાસે છે એવો નિર્મળ આત્માને સ્વાનુભવરૂપ આસ્વાદે છે. તેથી શુદ્ઘન ય કતકફળ સમાન છે. એના શ્રદ્ધાનથી સર્વ સિદ્ધિ થાય છે. (ગાથા-૫ ભાવાર્થનો બીજો પા૨ો, પેઈજ નં-૮ )
(આગળ આ સંસારનું મૂળ કારણ બતાવીએ છીએ.)
અન્વયાર્થઃ-[ વસ્ ] એ રીતે [ નયં ] આ આત્મા [ {øđ: ] કર્મોના કરેલા [ ભાવૈ: ] રાગાદિ અથવા શરીરાદિ ભાવોથી[ અસમાહિતોઽવિ] સંયુક્ત ન હોવા છતાં પણ [ વાતિશાનાં ] અજ્ઞાની જીવોને[ યુō: વ ] સંયુક્ત જેવો [ પ્રતિમાપ્તિ ] પ્રતિભાસે છે અને [ સ: પ્રતિમાપ્ત: ] તે પ્રતિભાસ જ [ વસ્તુ] નિશ્ચયથી [મવીન] સંસારના બીજરૂપ છે.
ટીકાઃ- ‘સ પૂર્વ અયં વર્તતેવિ: અસમાહિત: અપિ વાનિશાનાં યુત્ત્ત: કૃતિ પ્રતિમાતિ’–આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી તોપણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મજનિત ભાવોથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે.
ભાવાર્થ:- પહેલાં આમ કહ્યું કે પુદ્ગલકર્મને કા૨ણભૂત રાગાદિભાવ છે, રાગાદિભાવોનું કારણ પુદ્ગલકર્મ છે. તેથી આ આત્મા નિજ સ્વભાવભાવની અપેક્ષાએ કર્મજનિત નાના પ્રકા૨ના ભાવોથી ાદો જ ચૈતન્યમાત્ર વસ્તુ છે.
જેમ લાલ ફૂલના નિમિત્તે સ્ફટિક લાલ રંગરૂપે પરિણમે છે પરંતુ તે લાલ રંગ સ્ફટિકનો નિજ ભાવ નથી. સ્ફટિક સ્વચ્છતારૂપ પોતાના શ્વેત વર્ણથી બિરાજમાન છે. લાલ રંગ છે તે સ્વરૂપમાં પેઠા સિવાય ઉપ૨ ઉપ૨ જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં રત્નનો પા૨ખુ ઝવેરી તો એમ જ જાણે છે અને અપારખુ (અપરીક્ષક) પુરુષને સત્યરૂપ લાલ મણિની જેમ લાલરંગરૂપ જ પ્રતિભાસે છે. તેવી જ રીતે કર્મનિમિત્તથી આત્મા રાગાદિરૂપે પરિણમે છે. તે રાગાદિ આત્માના નિજ ભાવ નથી. આત્મા પોતાની સ્વચ્છતારૂપ ચૈતન્યગુણમાં વિરાજમાન છે. રાગાદિ છે તે સ્વરૂપમાં પેઠા વિના ઉ૫૨ ઉપ૨ જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં જ્ઞાની સ્વરૂપના પરીક્ષક તો એમ જ જાણે છે. અને અપ૨ીક્ષક જીવોને સત્યરૂપ આત્મા પુદ્ગલ કર્મની પેઠે રાગાદિ સ્વરૂપ જ પ્રતિભાસે છે... આ રીતે આ આત્મા કર્મજનિત રાગાદિકભાવ અથવા વર્ણાદિકભાવ તેનાથી સદાકાળ ભિન્ન છે. કહ્યું છે કે -“વર્ગાઘા વા રા મોહાવયો વા મિન્ના ભાવા: સર્વવાસ્ય પુંસ:।।” તોપણ અજ્ઞાની જીવોને આત્મા કર્મજનિત ભાવોથી સંયુક્ત પ્રતિભાસે છે, “વનુ સ: પ્રતિમાપ્ત: મવલીનમ્।”નિશ્ચયથી આ પ્રતિભાસ તે જ સંસા૨ના બીજભૂત છે.