________________
૭૦.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત
ટીકાકાર- પં.પ્રવર ટોડરમલજી तजयति परं ज्योतिः समं समस्तैरनन्तपर्यायैः। दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र।।१।।
અવયાર્થ-[2] જેમાં [વળતત્ત] દર્પણની સપાટીની પેઠે [ સના] બધા [પાર્થનાનિવા] પદાર્થોનો સમૂહ[ સમસ્તરનત્તપર્યાસમં] અતીત, અનાગત અને વર્તમાનકાળના સમસ્ત અનંત પર્યાયો સહિત [પ્રતિનિતિ] પ્રતિબિંબિત થાય છે, [ તત્] તે [પરં જ્યોતિ ] સર્વોત્કૃષ્ટ શુદ્ધચેતના સ્વરૂપ પ્રકાશ [નયતિ] જયવંત વર્તો.
ટીકા- “તત પરં જ્યોતિ નતિ' –તે પરમ જ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે. તે કેવો છે? યંત્ર સત્તા પાર્થનિવI તિરુતિ- જે શુદ્ધચેતના પ્રકાશમાં બધા જ જીવાદિ પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે?
સમસ્તે અનન્ત પર્યા: ' –પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે.
શુદ્ધચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. કયા દષ્ટાંતે? “વળતની. રૂ-અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિત થાય છે તેમ. અહીં અરીસાનું દૃષ્ટાંત આપ્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઈ પુરુષ (બીજા) કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવા જ આકારરૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતાં અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે.
(ગાથા-૧ ની ટીકા તેમજ ભાવાર્થ) [ ] જેમ ઘણા મનુષ્ય કાદવના સંયોગથી જેનું નિર્મળપણું આચ્છાદિત થયું છે એવા
સમળ જળને જ પીએ છે અને કોઈ પોતાના હાથવડે કતકફળ (નિર્મની) નાખીને કાદવ અને જળને જુદું જુદું કરે છે. ત્યાં નિર્મળ જળનો સ્વભાવ એવો પ્રગટ થાય છે