________________
૭૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ભાવાર્થ- જેમ બધાં વૃક્ષોના મૂળભૂત બીજ છે તેમ અનંત સંસારનું મૂળ કારણ કર્મભનિત ભાવોને પોતાના માનવા તે છે. આવી રીતે અશુદ્ધતાનું કારણ બતાવ્યું.
(ગાથા-૧૪ ની ટીકા તેમજ ભાવાર્થ)
શ્રી પ્રવચનસાર શ્રીમદ્ ભગવત કુંદકુંદ આચાર્યદેવ પ્રણીત શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત સંસ્કૃત ટીકા
ટીકા - જ્ઞાન ત્રણે કાળના સર્વ દ્રવ્ય-પર્યાયરૂપ વર્તતા સમસ્ત શેયાકારોને પહોંચી વળતું (જાણતું) હોવાથી સર્વગત કહેવામાં આવ્યું છે; અને એવા (સર્વગત)
જ્ઞાનમય થઈને રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે. [ ] ...તે આત્મપ્રમાણ જ્ઞાન કે જે નિજ સ્વરૂપ છે તેને છોડયા વિના, સમસ્ત શેયાકારોની
સમીપ ગયા વિના, ભગવાન (સર્વ પદાર્થોને ) જાણે છે. નિશ્ચયનયે આમ હોવા છતાં વ્યવહારનયે “ભગવાન સર્વગત છે' એમ કહેવાય છે. વળી નૈમિત્તિકભૂત જોયાકારોને આત્મસ્થ (આત્મામાં રહેલા) દેખીને “સર્વ પદાર્થો આત્મગત (આત્મામાં) છે એમ ઉપચાર કરવામાં આવે છે; પરંતુ પરમાર્થે તેમનું એકબીજામાં ગમન નથી, કારણકે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ (-પોતપોતાના સ્વરૂપમાં નિશ્ચળ રહેલાં) છે.
(ગાથા-૨૬ની ટીકામાંથી) [ ] ટીકા- આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે એકબીજામાં વર્તતા નથી
પરંતુ તેમને માત્ર જ્ઞાનશેયસ્વભાવ-સંબંધથી સધાતું એકબીજામાં વર્તવું છે, નેત્ર અને રૂપની જેમ. (અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો એકબીજામાં વર્તતા નથી, પરંતુ આત્માનો જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોનો શેયસ્વભાવ છે એવા જ્ઞાનશેયસ્વભાવરૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી શકાય છે; નેત્ર અને રૂપી પદાર્થોની જેમ.) જેમ નેત્રો અને તેમના વિષયભૂત રૂપી દ્રવ્યો પરસ્પર પ્રવેશ વિના પણ શેયાકારોને ગ્રહવાના અને અર્પવાના
સ્વભાવવાળાં છે, તેમ આત્મા અને પદાર્થો એકબીજામાં વર્યા વિના પણ સમસ્ત
શેયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવવાળા છે..... (ગાથા-૨૮ માંથી) [ ] ટીકાઃ- જેમ દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પોતાની પ્રભાના સમૂહ વડે દૂધમાં વ્યાપીને
વર્તતું દેખાય છે, તેમ સંવેદન (જ્ઞાન) પણ, આત્માથી અભિન્ન હોવાથી કર્તા-અંશ વડે આત્માપણાને પામતું થયું જ્ઞાનરૂપ કરણ-અંશ વડે કારણભૂત પદાર્થોના કાર્યભૂત સમસ્ત શેયાકારોમાં વ્યાપીને વર્તે છે, તેથી કાર્યમાં કારણનો ( શૈયાકારોમાં પદાર્થોનો) ઉપચાર કરીને “જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે એમ કહેવું વિરોધ પામતું નથી.
(ગાથા-૩૦ ની ટીકામાંથી) [ ૯ ] ટીકા- જો સમસ્ત સ્વ-શેયાકારોના સમર્પણ દ્વારા જ્ઞાનમાં) ઊતર્યા થકા સર્વ પદાર્થો
જ્ઞાનમાં ન પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય. અને જો તે (જ્ઞાન) સર્વગત માનવામાં આવે, તો પછી (પદાર્થો) સાક્ષાત્ જ્ઞાનદર્પણભૂમિકામાં ઊતરેલા