________________
31
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કર્તા-કર્મ, ભોકતા-ભોગ્ય, સ્વ-સ્વામી આદિ સર્વે સંબંધનો ક્ષય થઈ ગયો; રહી ગયો માત્ર શેય-જ્ઞાયક એવો નિર્દોષ સંબંધ. ઉં. પ્રશ્ન- જ્ઞાન પરને નથી જાણતું તો “પર પ્રકાશક' એવો શબ્દ કેમ આવ્યો? ઉત્તર- “પર પ્રકાશક શબ્દ એટલે આવ્યો કે- જ્ઞાનમાં પરનો પ્રતિભાસ તો થાય છે. એટલે લોકાલોક નિમિત્તપણે છે. હવે એ નિમિત્તનું લક્ષ કરીને નિમિત્તને જાણવું પડે તેવું જ્ઞાનનું સ્વરૂપ નથી અને તેવો નિયમ પણ નથી. તેમજ નિમિત્તનો કદી અભાવ પણ થતો નથી અને લોકાલોક કેવળજ્ઞાનની સ્વચ્છતામાં ઝળકયા વિના પણ રહેતું નથી અને કેવળજ્ઞાન પોતાને જાણવાનું છોડીને નિમિત્તને જાણવા પણ જતું નથી. સ્વપર પ્રકાશક એવી અખંડ પર્યાયનો સ્વતઃ એવો જ કોઈ સ્વભાવ છે કે તેને પરને જાણવા માટે પરની સાપેક્ષતા કદાપિ લાગુ ન પડે. પરને દેખ્યા વિના પરને જાણવાના ભાવરૂપ પોતે પોતાથી જ પરિણમે છે. આવો તેનો પર પ્રકાશક સ્વભાવ છે તેને કોઈ ટાળી શકતું નથી. આ પર પ્રકાશક સ્વભાવ તો મતાર્થનું ખંડન કરે છે- “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા” એવું નથી. જે એક સમયની જ્ઞાન પર્યાયને નથી માનતો તે છ દ્રવ્ય સ્વરૂપ લોકને પણ નથી માનતો. શ્રીમદ્જીએ “બ્રહ્મ સત્ય જગત મિથ્યા” એમ કહ્યું ત્યાં તેમણે લક્ષના સ્વભાવથી વાત કરી છે. પછી બીજી જગ્યાએ એમ પણ કહ્યું કે અમે તો આત્મામાં બેઠા બેઠા જગતની લીલાને જાણીએ છીએ- ત્યાં પ્રતિભાસના સ્વભાવથી વાત કરી છે. એ પરપ્રકાશક ધર્મને આશ્રય તો જ્ઞાયકનો જ છે. પરપ્રકાશકના કાળે ય તો એક જ્ઞાયક જ રહે છે. દ્રવ્ય સ્વભાવના લક્ષે આવું સ્વ-પર પ્રકાશક જ્ઞાન આપોઆપ ખીલી નીકળે છે. તે પરપ્રકાશક ધર્મ એમ પરિણમે છે કે હું તો ધ્રુવ પ્રકાશમાન ચૈતન્ય સૂર્ય છું. સિદ્ધાંત ફરે નહીં અને સ્વ-પર પ્રકાશક સ્વભાવ અંતરમુખાકારપણે સિદ્ધ થાય તે જ જૈન દર્શન છે.
વાહ પ્રભુ! શેયો ફરે તો પણ ઉપયોગ ફરે નહીં, અને કદી પણ શેયોનું લક્ષ થાય નહીં; સ્વ સન્મુખ રહેતાં-રહેતાં જ શુદ્ધાત્માના અભેદ નમસ્કારમાં જ સકલ સાધ્યની સિદ્ધિ થઈ જાય તેવો ભાવ નમસ્કાર જયવંત વર્તો..જયવંત વર્તો.