________________
40
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જ્ઞાનના સ્વચ્છત્વમાં આવીને ઝળકો તો ઝળકો! જેનાં કારણથી જોયાકારો રચાણા તે પોતાની ચીજ જણાય છે, પર શેયાકારો જણાતાં નથી; છતાં પણ કાર્યમાં કારણનો ઉપચાર કરીને કહે છે કે જ્ઞાન લોકાલોકને જાણે છે. હું જાણનારો અને પર પદાર્થો જણાવા લાયક તેટલો ઉપચરિત વ્યવહાર સંબંધ છે.
લઘુતત્વસ્ફોટમાં અમૃતચંદ્રદેવ લખે છે કે- “વીતરાગી જીવ ઈચ્છાપૂર્વક પદાર્થોને જાણવા જતો નથી, તેનો જ્ઞાયક સ્વભાવ પરથી પરાડભુખ હોવા છતાં પણ તેમાં પદાર્થોનું પ્રતિફલન તો થાય જ છે. જેમ દર્પણને એવી ઈચ્છા નથી કે ઘટ-પટાદિ પદાર્થો મારામાં પ્રતિબિંબિત થાય; પરંતુ દર્પણની સ્વચ્છતાને કારણે તેમાં પ્રતિબિંબિત થાય જ છે. તેવી રીતે વીતરાગી ભગવાનને ઈચ્છા નથી કે- હું પદાર્થોને જાણું; છતાં પણ જ્ઞાનગુણની નિર્મળતાને કારણે તેમાં પદાર્થો પ્રતિબિંબિત થાય જ છે.”
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં મંગલાચરણમાં કહ્યું કે “યત્ર સજીના પાર્થ માતા પ્રતિછન્નતિ” શુદ્ધચેતના પ્રકાશનો એવો જ કોઈ મહિમા છે કે- જેટલા પદાર્થો છે તે બધા પોતાના આકારો સહિત પ્રતિભાસમાન થાય છે. કોઈપણ પદાર્થ એવો નથી કે જ્ઞાનમાં પ્રતિભાસ્યા વિના બાકી રહી જાય. પદાર્થોનો પ્રતિભાસ તો જ્ઞાનમાં વર્તે છે અને અજ્ઞાની બહાર જુએ છે. કેટલી મોટી ભ્રાંતિ છે! સંસ્કૃતમાં શબ્દ છે “પ્રતિનિતિ' એટલે કે પ્રતિબિંબિત થાય છે તેમ લખ્યું છે, એ જણાય છે તેવો શબ્દ પ્રયોગ ન કર્યો. જો એ જણાય તો એ શેય થઈ જાય. વસ્તુ સ્થિતિ શું છે? શેયો જાણવામાં આવ્યા કે પોતાનું શેયાકાર જ્ઞાન જાણવામાં આવ્યું? પ્રમેય શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપી હોવાથી પોતે શેયપણે જણાયો છે. ભેદથી કહો તો શેયાકાર જ્ઞાન શેય બનીને જણાયું છે. તેથી રત્નકરંડ શ્રાવકાચારમાં કહ્યું કે- “જ્ઞાનથી બાર કોઈ વસ્તુને હું દેખતો નથી- જાણતો નથી.”
શ્રી નિહાલચંદ્ર સોગાનજીએ તેમના આધ્યાત્મિક પત્રોમાં લખ્યું છે કે- “જગતમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ધનિષ્ટ છે, પરંતુ તેના અસ્થિર સ્વભાવને જાણીને જ્ઞાની તેને ઈચ્છતા નથી. નિમિત્ત-નૈમિત્તિકના અભાવ સ્વરૂપ સહજ નિત્ય નિરિચ્છક સ્વભાવને જ ઈચ્છે છે અને તે જ યોગ્ય છે”. કેમકે મારી સાથે તો શેય-જ્ઞાયક સંબંધ પણ નથી. એક સમયની જ્ઞાન પર્યાય સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હો તો હો!
“ધ્યેયપૂર્વક શેય” એ પુસ્તકમાં ર૭૧ કળશમાં પૂ. ગુરુદેવશ્રી કહે છે કે-છ દ્રવ્ય જણાય તે શેય અને આત્મા જ્ઞાયક તેવો શેય-જ્ઞાયક સંબંધ વ્યવહારથી પર્યાયની સાથે છે. પરંતુ ધ્રુવ વસ્તુ સાથે તો એ પણ નથી. અહીં તો એ શેય-જ્ઞાયક વ્યવહાર પણ છોડાવે છે. હું એક જ્ઞાયક અને હું શેય- એ કથનમાત્રની વ્યવહાર પદ્ધતિ છે.