________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ “વિશ્વની સાથે શેય-જ્ઞાયક સંબંધ લક્ષણની અનિવાર્યતાના કારણે શેયજ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી” શેયો તો જ્ઞાનથી ભિન્ન જ છે. “परात्मनिमित्तक ज्ञेयज्ञानाकार ग्रहण ग्राहण स्वभावरूपा परिणम्य પરિણામત્વશવિત્ત:” પર્યાયે પોતાને જ પ્રમેય બનાવ્યો અને પોતાને જ પ્રમાણ બનાવ્યો તે બન્ને ધર્મોને ભિન્ન કરવા અશક્ય છે. કેમ કે નામભેદ હોવા છતાં વસ્તુભેદ નથી. શેયો તો શાનથી ભિન્ન જ છે પરંતુ જ્ઞાનમાં જ્ઞાનના મટિરીયલથી બનેલા જે સ્વાભાવિક શેયાકા૨ો ૨ચાણા છે. તે જ્ઞેયાકાર ધર્મને જ્ઞાનથી ભિન્ન કરવું અશક્ય છે. ૫૨ શેયાકારોનો જે પ્રતિભાસ થયો છે તે તો જ્ઞાનની સ્વચ્છતા છે અને એ સ્વાભાવિક શેયાકા૨ોમાં અન્વયપણે જ્ઞાન જ વર્તે છે અને એ જ્ઞાન આત્માથી અભેદ છે. આથી શેયાકા૨ જ્ઞાનને અને આત્માના જ્ઞાનને ભિન્ન કરવા અશક્ય છે. કેમકે શેયાકાર જ્ઞાન એ તો આત્મસ્થ છે. ભલે તેની ઉજ્જવળતામાં સમસ્ત શેયોનો પ્રતિભાસ પડે તો પણ ભગવાન શેયાકા૨ોની સમીપ ગયા વિના, શેયાકારોની સન્મુખ થયા વિના, શેયાકારોથી તન્મય થયા વિના... તેઓ સર્વ પદાર્થોને જાણે છે. તો કેવી રીતે જાણે છે ? જે જ્ઞાન ૫૨ શેયોની સન્મુખ થાય તેને જ્ઞાન કહેવાય ? જ્ઞાનની નિર્મળતામાં સમસ્ત દ્રવ્યોનો જે પ્રતિભાસ હતો તે પ્રતિભાસનો જ્ઞાનમાં આવિર્ભાવ થયો છે તેવા જ્ઞાનને જ્ઞાન જાણે છે. જ્ઞાન જ્ઞાનના કારણથી શેયાકાર થયું છે. તો પણ ઉપાદાનભૂત કાર્યમાં નિમિત્તનો ઉપચાર કરીને કહે છે કે–જ્ઞાન પદાર્થોને જાણે છે. જો જ્ઞાનમાં શેયાકારરૂપ પરિણમવાની શક્તિ જ ન હોય તો ૫૨ પદાર્થો તેને શેયાકારે પરિણમાવી શકે જ નહીં. જો જ્ઞાન નિમિત્તને જાણે તો નિશ્ચય રહેતું નથી અને જ્ઞાનના સ્વચ્છત્વને ન સ્વીકારે તો વ્યવહા૨ ૨હેતો નથી. એ સ્વચ્છ જ્ઞાનને લોકાલોકની સાપેક્ષતા આવી માટે વ્યવહાર કહેવાયો. સાધકના જ્ઞાનની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં આ રીતે નિશ્ચય વ્યવહાર ઊતરે છે.
(
‘જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે પરંતુ શેયો પણ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે તે સત્ની પરાકાષ્ટા છ”. લોકાલોકનો પ્રતિભાસ તો જાણના૨ને પ્રસિદ્ધ કરે છે— તમે તો સ્વચ્છ પ્રતિભાસમયી મહાસામાન્ય છો. તમે તો સ્વચ્છ ચેતનાના દરિયા છો. બધાનું પ્રતિભાસવું એમ કહી રહ્યું છે કે તમે દેખનાર છો અને તમને દેખનારો જ દેખાય છે. ૫૨ને ન દેખવા છતાં ૫૨ દેખાય જાય છે તે જ્ઞાનનો દિવ્ય સ્વભાવ છે. શેયનો પ્રતિભાસ્ય સ્વભાવ અને જ્ઞાનનો પ્રતિભાસક સ્વભાવ એવા પ્રતિભાસ્ય પ્રતિભાસકપણાનો જે ઉપચરિત સ્વભાવ છે તે ગુણરૂપ છે, દોષરૂપ નથી. અનાદિ અનંત અનિવાર્ય એવો વ્યવહાર સંબંધ પણ અપૂર્વ છે. ઈચ્છા વિનાનો વીતરાગી દિવ્ય સ્વભાવ પ્રગટયો છે કે– બધું જણાય, અહીં જ્ઞાનનું દળ ત્યાં શેયનું દળ બસ; જ્ઞાન જ્ઞાન સ્વભાવમાં સ્થિત થયું કે શેયો... શેયત્વપણે જ્ઞાનમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગ-દ્વેષની ઉત્પત્તિ ન થઈ એટલે
50