________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ (૧) શેયાકાર અવસ્થાની સિદ્ધિ થઈ. (૨) અનાદિ અનંત પ્રતિભાસની સિદ્ધિ થઈ. (૩) અનાદિથી જ્ઞાયક જણાય રહ્યો છે તેની સિદ્ધિ થઈ. (૪) પ્રતિભાસ થઈ ચૂક્યો છે, માટે તેના આવિર્ભાવની પણ સિદ્ધિ થઈ. (૫) ભવિષ્યમાં થનાર કેવળજ્ઞાન પર્યાયની સિદ્ધિ થઈ. (૬) શેયાકારોમાં વધઘટ નથી તેથી આકારાન્તર પણ થતું નથી. (૭) તેથી ક્રમબદ્ધ પર્યાયની પણ સિદ્ધિ થઈ. (૮) ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થતાં જ અકર્તાની સિદ્ધિ થઈ. (૯) અકર્તા આત્મા ધ્યાનનું ધ્યેય અને જ્ઞાનનું શેય થતાં જ ધ્યેયપૂર્વક શેય થયું. (૧૦) આત્માનુભવ થતાં જ કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિનો નાશ થયો.
(૧૧) આ રીતે પ્રતિભાસ સિદ્ધ થતાં જ જ્ઞાન પરને જાણે છે અને જ્ઞાનમાં પર જણાય છે તે શલ્યનો મૂળમાંથી ક્ષય થયો. જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ થઈ રહ્યો છે તેનો વિશ્વાસ આવ્યો; જ્ઞાયકનો વિશ્વાસ આવતાં તે સવિકલ્પ સ્વસંવેદનમાં આવી અને પ્રત્યક્ષ નિર્વિકલ્પ સ્વસંવેદનપણે પરિણમી ગયો.
પ્રતિભાસથી જ્ઞાન-અજ્ઞાનની સિદ્ધિભ્રાંતિ થવાનું કારણ પણ પ્રતિભાસ અને ભ્રાંતિ ટળવાનું કારણ પણ પ્રતિભાસ. * રાગનો પ્રતિભાસ થાય છે માટે તો ભ્રાંતિ થાય છે. * રાગનો તો માત્ર પ્રતિભાસ જ થાય છે માટે તો ભ્રાંતિ ટળી જાય છે. (૧) જો રાગાદિનો પ્રતિભાસ જ ન થતો હોત તો કોઈને ભ્રાંતિ જ ન થાત એટલે
કે- સંસાર જ ઊભો ન થાત. (૨) રાગનો તો માત્ર પ્રતિભાસ જ થાય છે, તે રાગ મારા જ્ઞાન ઉપયોગમાં કયાં આવ્યો છે. આવો વિશ્વાસ આવતાં રાગથી ભેદજ્ઞાન થઈ અને અભેદ આત્માનો અનુભવ થાય છે. આ પ્રકારે જોતાં તો પ્રતિભાસના માધ્યમ દ્વારા મોક્ષમાર્ગ પ્રગટ કરવો કેટલો સરળ થઈ ગયો. માટે નક્કી થયું કે- રાગનો ઉદય અજ્ઞાન થવાનું કારણ નથી. રાગનો પ્રતિભાસ પણ અજ્ઞાન થવાનું કારણ નથી. પરંતુ જ્ઞાનમાં રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી એવી જે ભ્રાંતિ ઊભી થઈ તે જ સંસાર છે. આ રીતે પર વસ્તુ સાથે એકત્વ સ્થાપિત કરીને કર્તાકર્મની ભ્રાંતિરૂપ મહા મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. આ અજ્ઞાનની