________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ એમ ન કહેતાં તેને જોયાકાર અવસ્થા કહેવાનું પ્રયોજન શું છે? જ્યાં સુધી સ્વ-પરનો પ્રતિભાસ થાય છે ત્યાં સુધી તે જ્ઞાન સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન નામ પામતું નથી માટે તેને જ્ઞાનાકાર ન કહેતાં “શેયાકાર' કહ્યું. શેયાકારમાં સ્વ અને પર બે આવે. તે બન્ને એક સાથે અનાદિ અનંત પ્રતિભાસે છે. સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય અને તેના ત્રયકાલિન પર્યાયો બધું જ પ્રતિભાસે તેવો અખંડ જ્ઞયાકાર ઉપયોગ પ્રગટ થાય છે. શેયાકારપણે થવું તે જ્ઞાનના સ્વચ્છત્વનો મૂળ સ્વભાવ છે. આખું વિશ્વ ઈચ્છા વિના, વિકલ્પ વિના, તેની સન્મુખ થયા વિના બધા જ પદાર્થો પ્રતિભાસે છે. જ્ઞાન જ્ઞાનના સ્થાનમાં છે અને શેયો શેયના સ્થાનમાં છે, તેમાં શેયત્વ છે અહીંયા જ્ઞાનત્વ છે, આથી તે બધાના વિશેષાકારે જ્ઞાનમાં જ્ઞાનની પરિણતિ થાય છે જેને શેયાકાર પરિણતિ કહે છે. હવે કહે છે- તને સ્વ જણાય છે કે પર? અહીં વિષય ભેદે તે જ સામાન્ય જ્ઞાનના બે ભેદ થઈ જાય છે.
હું જ્ઞાયક અનાદિ અનંત છે. હું ચૈતન્ય અનુવિધાયી પરિણામ એવો ઉપયોગ અનાદિ અનંત છે. છે. આ ઉપયોગની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ અનાદિ અનંત છે.
આ ત્રણેય વસ્તુ સ્વભાવરૂપ હોવાથી તે સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાનનું કારણ થતી નથી. આવી વસ્તુ સ્થિતિ જીવમાત્રની છે, હવે પરિસ્થિતિ ક્યાં પલટે છે તે કહે છે. પંચાધ્યાય ભાગ-૧, ગાથા ૫૫૮ કહે છે કે- “જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. અર્થાત્ જ્ઞાન સ્વ-પર પદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમકે અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. (૧) સમ્યજ્ઞાન (૨) મિથ્યાજ્ઞાન.
સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ સ્વ-પર બધું જ પ્રતિભાસે છે તેવી એક જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે. આ વાત ઇન્દ્રિયજ્ઞાનની કે વિશેષરૂપ અતીન્દ્રિય જ્ઞાનની નથી. આ જ્ઞાનનું લક્ષણ જાણવું.. જાણવું... જાણવું જ છે. હવે વિશેષ-વિશેષ વિષયોની અપેક્ષાએ કોઈ જીવ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે અને કોઈ જીવ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. બન્ને અવસ્થામાં સામાન્યજ્ઞાન તો કોમન રહે છે. આ જ જ્ઞાનના વિષય ભેદે ભેદ પડી જાય છે. અનાદિથી આવું એક પ્રકારનું જ્ઞાન પ્રગટ થતું હોવા છતાં કોઈ જીવ એમ લ્ય કે- સામાન્ય તત્ત્વ તે હું છું..; કોઈ જીવ એમ લ્ય કે- રાગ તે હું છું આમ સ્વ-પર બે વિષયના ભેદથી તે જ્ઞાનના સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન તેવા બે ભેદ પડી જાય છે. સમ્યજ્ઞાનનું કારણ વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે. અભેદ એકરૂપ ચૈતન્ય સ્વરૂપને જાણે તો સમ્યજ્ઞાન થઈ જાય છે અને સ્વપરના પ્રતિભાસમાંથી કોઈ જીવ તત્ત્વને છોડી અને રાગાદિનું લક્ષ કરે તો મિથ્યાજ્ઞાન થઈ જાય છે.