________________
40.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ક્યારેય નાશ થયો નથી. કેમકે જ્ઞાન તો થઈ જ રહ્યું છે– તેથી જ્ઞાનમાં જ્ઞાન જણાય જાય છે.
“વર્તમાન જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ થાય છેએટલે કે જણાય જ રહ્યો છે. જ્ઞાન તેને ન જાણે તોય જણાય, જાણવાના પ્રયત્ન વિના જણાયા જ કરે... જ્ઞાન જાણે અને આત્મા જણાય તેવું ફર્કશન કોઈનું કર્યું કરાતું નથી અને કોઈ રોકવા માગે તો રોકાતું નથી. આવું જાણવું અને પરિણમવું થાય તેને સમયસાર ગાથા-૨ માં “સમય” નામનો પદાર્થ કહ્યો છે. પૂ. ગુરુદેવશ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧ માં કહે છે આ દૃષ્ટિનો વિષય નથી. દૃષ્ટિનો વિષય આગળ કહેશે.
આ ઉપયોગનું સ્વરૂપ અભૂત છે. સ્વ-પરની પૂર્ણ સત્તા ને અભેદપણે સામાન્ય નિરાકારભાવને દેખવારૂપ દર્શનોપયોગ અને તે જ સમયે સ્વ-પરની સત્તાને છિન્નભિન્ન કરીને વિશેષભાવને દેખવારૂપ એવો સાકાર જ્ઞાનોપયોગ લક્ષણ તેવો અભૂતાતીત ભાવરસ જેમાં પ્રગટ ભર્યો છે તેવું નિરપેક્ષ લક્ષણ છે?
શ્રી સમયસાર શ્લોક ૧૮૩ ના ભાવાર્થમાં કહ્યું છે કે સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ ( જ્ઞાનરૂપ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શન જ્ઞાન રૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને જડપણું આવે અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય અને ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય- માટે ચેતના દર્શનજ્ઞાન સ્વરૂપ જ માનવી. પર પદાર્થના પ્રતિભાસથી દ્રવ્ય-ગુણમાં તો હાનિ વૃદ્ધિ ન થાય પણ ચેતના શક્તિની સ્વચ્છતામાં પણ હાનિ-વૃદ્ધિ ન થાય. તે બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવે વર્તે છે. વિશ્વમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે જ્ઞાનમાં પ્રતિભાસ ન થયું હોય. સ્વ-પરના પ્રતિભાસને પાછો ખેંચી શકાતો નથી, જો તેને પાછો ખેંચવા જાય તો આ સ્વાભાવિક સ્વચ્છતાનો ઉચ્છેદ થઈ જાય તો જ્ઞાન-દર્શન લક્ષણનો જ ઉચ્છેદ થઈ જાય છે અને લક્ષણ ન રહેતાં લક્ષ્યનું પણ હોવાપણું રહેતું નથી. તેથી સર્વ જીવોને ચેતના લક્ષણ પ્રગટ થાય છે. સ્વ-પરનો પ્રતિભાસ કરનારી ચેતના તે પદાર્થોને કહેતી નથી કે તમે મારામાં પ્રતિભાસો! તો પણ ઉપયોગનો તેવો સહજ સ્વચ્છ સ્વભાવ હોવાના કારણે તેમાં સ્વ-પરનો પ્રતિભાસ વગર પુરુષાર્થે થયા જ કરે છે. ત્રણકાળ ત્રણલોક સહિત સમસ્ત પદાર્થો પ્રતિભાસે તેવી અપરિમિત ચેતના શક્તિ છે. આ તો પોતાના સ્વભાવિક જોયાકારોથી રચાયેલ જ્ઞાનની સૃષ્ટિ છે. આવા જોયાકાર ચૈતન્યમય ઉપયોગને ન માને તે અજૈન છે અને માત્ર શેયાકારનું લક્ષ કર્યા કરે તે પણ અજૈન છે.