________________
43
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
આ સ્વ-પર પ્રતિભાસમય ઉપયોગ પ્રગટ થતાંના સમયે જ કન્વર્ટ થાય છે. જો તે પરસમ્મુખતા કરતો પ્રગટ થાય તો જીવ બંધમાર્ગમાં ચાલ્યો જાય છે અને તે ઉપયોગ સ્વસમ્મુખતા કરતો પ્રગટ થાય તો જીવ મોક્ષમાર્ગમાં આવી જાય છે. જો સ્વ-પરનો પ્રતિભાસ ન થતો હોત તો કોઈ બંધાત નહીં અને કોઈ મોક્ષમાં પણ ન જાત. અને જ્ઞાન પ્રથમથી સ્વ-પરને જાણતું હોત તો પણ કોઈને બંધ કે મોક્ષ ન થાત. આ પ્રમાણે જોયાકાર અવસ્થાને સ્વીકારતાં સૌ પ્રથમ તો હું સ્વ-પરને જાણું છું તેવી ભ્રાંતિ ટળી ગઈ. પર પદાર્થ મારા શેયને હું તેનો જ્ઞાતા તેવી ભ્રાંતિ છૂટી ગઈ. હવે યાકાર જ્ઞાનથી જ્ઞાયક તાદાભ્ય હોવાથી જ્ઞાયક જ શેયપણે જણાય છે, તો જોયાકાર જ્ઞાન પર્યાયનો ભેદ પણ જણાવો બંધ થઈ ગયો. –તે કેવી રીતે?
શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં કર્તાકર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે.” એ શેયાકાર અવસ્થામાં જોયો પ્રતિભાસે છે તો પણ શેયકૃત મલિનતા આવતી નથી. તેવી સ્વચ્છતામયી શેયાકાર અવસ્થા જણાય છે? કે શેયાકાર એવું એકરૂપ જ્ઞાનાકાર જ્ઞાન જણાય છે? કે જ્ઞાયક જણાય છે?
હવે અહીં પ્રયોગની શરૂઆત થઈ. અહીં પરોક્ષ અનુભૂતિથી શરૂઆત થાય છે અને પ્રત્યક્ષ અનુભૂતિ થતાં પૂર્ણ વિરામ થાય છે. શેયાકાર અવસ્થા થઈ. પણ તે વખતે તેને શેય જણાતું નથી, પરંતુ જાણનારો જણાય છે. આવું ભેદજ્ઞાન થતાં ઉપયોગ આત્માની અભિમુખ થાય છે... પણ હજુ અભેદ થયો નથી. પછી જાણનારો જણાય છે એવા ભેદનું લક્ષ છૂટી જતાં અને ઉપયોગ અભેદ તરફ ઢળી જતાં “હું જ્ઞાયક જ છું” – તેમ પ્રત્યક્ષ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થાય છે. આ ઉપરથી એમ ફલિત થયું કે..
જોયાકારના સામર્થ્યમાં માત્ર સ્વ-પરનો પ્રતિભાસ થવો છે. શેયાકારનો સ્વભાવ માત્ર જ્ઞાયકને જ જાણવાનો છે.
કેવળજ્ઞાનના પટારામાંથી નીકળેલ નિધાન:શ્રી પ્રવચનસાર ૩ર ગાથાની ટીકામાં કેવળજ્ઞાનનું સ્વરૂપ વર્ણવતાં લખે છે કે“પ્રથમથી જ સમસ્ત શેયાકારોરૂપે પરિણમ્યો હોવાથી પછી પરરૂપે- આકારાન્તરરૂપે નહીં પરિણમતો થકો, સર્વ પ્રકારે અશેષ વિશ્વને, (માત્ર) દેખે જાણે છે.” ભાવાર્થમાં છે કે- “દરેક આત્મા સ્વભાવે કેવળી ભગવાન જેવો જ હોવાથી;” એટલે કે તેનો સ્વચ્છ ઉપયોગ પણ “પ્રથમથી જ સમસ્ત જોયાકારોરૂપે પરિણમ્યો હોવાથી” આ સિદ્ધાંતમાં સૌ પ્રથમ તો...