________________
41
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
આ સ્વભાવ જે પ્રગટ છે તે દેખન જાનનરૂપ સદેશ્ય ધ્રુવ પ્રવાહરૂપ છે. આ પ્રગટ અંશે કર્મોપાધિ નિરપેક્ષ હોવાથી તે પારિણામિક ભાવે છે અને તેવું સમયે-સમયે ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન હોવાથી તે પર્યાયાર્થિકનયનો વિષય છે. આ રીતે જોતાં દર્શન જ્ઞાનમય ઉપયોગ લક્ષણ છે તે પર્યાયાર્થિકનયનો પારિણામિક ભાવ છે.” જે નિરપેક્ષ પ્રમાણજ્ઞાનનો વિષય છે.
દ્રવ્યસંગ્રહમાં સામાન્ય ઉપયોગનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે- પાંચ સમ્યજ્ઞાન પર્યાયો અને ત્રણ મિથ્યાજ્ઞાન પર્યાય એવી આઠ પ્રકારની સાપેક્ષ પર્યાયોથી રહિત જે સામાન્ય ઉપયોગ છે તે જીવનું નિરપેક્ષ લક્ષણ છે. પંચાસ્તિકાય ૧૨૧ ગાથાની ટીકામાં કહ્યું કે- સ્વ-પરની શસિરૂપ પ્રકાશનું જ્ઞાન તે જ ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે તે જીવ જ છે.
મોક્ષમાર્ગ પ્રકાશક કર્તાએ ઉપયોગને અબાધિત લક્ષણ કહ્યું છે. કેમ કે જીવ નિત્ય નિરાવરણ છે તો તેનું શેયભૂત લક્ષણ પણ નિત્ય નિરાવરણ જ છે. જીવ અનાદિ અનંત છે તો તેનું લક્ષણ પણ અનાદિ અનંત છે. જીવ નિરપેક્ષ છે તો તેનું લક્ષણ પણ નિરપેક્ષ છે. જીવ બંધ-મોક્ષનું કારણ નથી તો તેનું લક્ષણ પણ બંધ મોક્ષનું કારણ નથી. આવા સ્વભાવિક મંગલ ઉપયોગનું સ્વરૂપ સમજતાં સ્વચ્છતાનો પિંડ જે જ્ઞાનમય આત્મા છે તેની મહિમા આવે છે. આ પ્રમાણે લક્ષણનો નિર્ણય થતાં લક્ષ્યભૂત તત્ત્વનો નિર્ણય થઈ અને તે અભેદનો અનુભવ કરાવે છે. ઉપયોગનું સામર્થ્ય પરને જાણવાનું હોવા છતાં તે પરમાં તન્મય થઈને જાણતું નથી. ઉપયોગનો સ્વભાવ ઉપયોગવાનને જાણવાનો હોવાથી તે જ્ઞાયકને તન્મય થઈને જ જાણે છે.
પં. દીપચંદજી સાહેબ આત્મ અવલોકનમાં છદ્મસ્થ જીવોને પરમાત્મપણાની પ્રાપ્તિની ટૂંકી અને સફળ રીત બતાવતાં કહે છે કે- દર્પણને વ્યાપ્ય-વ્યાપક અંગથી દેખવામાં આવે તો તે એક સ્વચ્છતાનો જ પિંડ છે, તે અપેક્ષાએ તેમાં અન્ય કંઈ જ નથી અને તે સ્વચ્છતાનો ભાવ જેમ છે તેમ છે. તેવી જ રીતે ચેતન પરિણામ તમે દેખો. તાદાભ્ય વ્યાપ્ય વ્યાપકપણે તો નિર્મળ કેવળ એક ચેતના વસ્તુનો પિંડ બંધાયો છે. તે પિંડ બાંધવામાં તો અન્ય શુદ્ધ-અશુદ્ધ, સંસાર-મુક્તિ, ભેદ-અભેદ, નિશ્ચય-વ્યવહાર, નય-
નિપાદિ, શેયાકાર-પ્રતિભાસાદિ સર્વે ભાવો છે તેમનો રંચમાત્ર ભાવ મળ્યો નથી.
સ્વ-પરના પ્રતિભાસ કાળે ટર્નિંગ પોઈન્ટ:“શેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે.” શેયાકાર અવસ્થા એટલે સ્વ-પરના પ્રતિભાસવાળી અવસ્થા એટલે સ્વચ્છ ઉપયોગ. આચાર્યદેવે “જ્ઞાનાકાર'