________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ન આવે અને લોકાલોકનો પ્રતિભાસ જ્ઞાનમાં આવ્યા વિના રહે નહીં. આ જ વિસ્મયતા છે.
આ પ્રતિભાસના ગર્ભમાં એવી સૂક્ષ્મતા રહેલી છે કે પ્રતિભાસમથી ઉપયોગ જે છે તે ઉપયોગવાન દ્રવ્યને પણ અંદરમાં પ્રવેશ કરવા દેતો નથી. ઉપયોગમાં દ્રવ્યનું સામર્થ્ય આવે પણ ઉપયોગનો વિષય ન આવે-આ ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે. જો પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો ઉપયોગ તો પલટે છે તો દ્રવ્ય પણ પલટી જાય.આ પ્રમાણે પ્રતિભાસના સ્વરૂપમાં અનેક રહસ્યો સમાયેલા છે.
ગોમ્મસાર ગાથા-૨ માં કહ્યું કે- “નિગોદિયાના જઘન્યજ્ઞાનમાં આવરણ હોતું નથી. તે સદા પ્રગટેલું રહે છે અને સદા નિરાવરણ રહે છે. તેમાં જો આવરણ આવી જાય તો જીવમાં જડતાનો પ્રસંગ આવશે, એવી સ્થિતિમાં વસ્તુની વસ્તુતા જ ચાલી જાય છે.” આ પ્રમાણે જોતાં તો નિગોદિયાના નિરાવરણ જ્ઞાનમાં ત્રણેકાળના દ્રવ્યો અને ત્રિકાળવર્તી પર્યાયોનો પ્રતિભાસ થયેલો છે જૂનો પ્રતિભાસ જાય નહીં અને નવો પ્રતિભાસ થાય નહીં અને તેનું આકારાન્તર પણ થાય નહીં તેવો અનાદિ અનંત સ્વભાવ છે. વળી પ્રતિભાસની એ વિશેષતા છે કે તેમાં લબ્ધ અને ઉપયોગ તેવા બે ભેદ નથી. આ રીતે સ્વ-પરને પ્રકાશનારી એક જ્ઞાતૃતા જ પ્રગટ થાય છે. તેથી સ્વ-પર બે પદાર્થોની હૈયાતીની સિદ્ધિ આપોઆપ થઈ ગઈ.
ઉપયોગની સ્વાભાવિક મંગલતાઃચૈતન્ય અનુવિધાયી પરિણામ જેને ઉપયોગ કહે છે; ઉપયોગની આ નિરપેક્ષ વ્યાખ્યા છે. આ જે ઉપયોગ પ્રગટ થાય છે તે શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી. પરંતુ તે સ્વચ્છ છે. આ સ્વચ્છ ઉપયોગનો જે ત્રીજો પ્રકાર કહ્યો તે શાસ્ત્રોમાં જોવા મળે છે. આ અનાદિ અનંત વસ્તુની સ્થિતિનું સ્વરૂપ છે. ધ્યેયપૂર્વક શેય થાય તે જુદી વાત છે, તેમાં તો પર્યાયને સ્વ સન્મુખ કરવાની છે. આ તો પ્રથમથી ધ્યેય સ્વરૂપે અને શેય સ્વરૂપે રહેલો છે. ત્રણેકાળે પ્રકાશમાં સૂર્ય પ્રતિષ્ઠિત જ છે. પ્રકાશથી સૂર્ય અનાદિ અનંત અભેદ જ છે. તેમ જાનનક્રિયા અને આત્મા તેવો ભેદ નથી; જો ભેદ પાડે તો મિથ્યાત્વનો દોષ લાગે છે. આ વાત સમ્યજ્ઞાન પ્રધાન ચાલે છે તેથી એ ખ્યાલ રાખવો કે જ્ઞાન, દષ્ટિના વિષયને પોષે છે, પરંતુ દેષ્ટિના વિષયનું ખંડન કરતું નથી.
શ્રી જયસેન આચાર્યદેવ પ્રવચનસાર ગાથા-૧૩૭ ની ટીકામાં લખે છે.. “૩વનોમિયો- ઉપયોગમય છે. નિશ્ચયથી અખંડ એક પ્રતિભાસમય (જ્ઞાન સ્વરૂપ) પરિપૂર્ણ શુદ્ધ કેવલજ્ઞાન કેવલદર્શન લક્ષણથી પદાર્થોને જાણવાની ક્રિયારૂપ એવા શુદ્ધોપયોગથી (રચિત જીવ ઉપયોગમય છે.) વ્યવહારથી મતિજ્ઞાનાદિ અશુદ્ધોપયોગથી નિવૃત્ત હોવાના કારણે તે ઉપયોગમય છે.” આ ઉપયોગ લક્ષણ નવું પ્રગટ થતું નથી પરંતુ તેનું ભાન નવું થાય છે. ઉપયોગનો