________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
મારા સ્વચ્છ જ્ઞાનમાં પ્રથમથી જ બધું પ્રતિભાસિત થઈ રહ્યું છે તો મારે કોને જાણવું બાકી રહે છે? સ્વ-પર પ્રતિભાસમયી મહાજ્ઞાનસામાન્યનો વિશ્વાસ આવે છે તો.. પરને જાણવાની આકાંક્ષા જ થતી નથી. એ પ્રતિભાસરૂપ શેયાકારમાં અન્વયપણે જાનનભાવ જ વર્તે છે એવું એકાકાર જ્ઞાન આત્માથી અભેદ હોવાથી તે આત્મા જ છે. આ રીતે અખંડ શેયાકાર જ્ઞાન પરિણત એક આત્માને જાણે છે તેને કંઈ જ જાણવાનું બાકી રહેતું નથી. આ પ્રમાણે પ્રતિભાસના સ્વરૂપમાં બાર અંગના સારને સંક્ષેપમાં સમાવિષ્ટ કર્યો છે.
આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવની એક વિશિષ્ટતા છે કે તેઓશ્રી પ્રતિભાસ” શબ્દનો પ્રયોગ અધિકાંશપણે કરતા માલુમ પડે છે. લઘુતત્ત્વસ્ફોટમાં કહે છે કે- “નિર્મલ ચૈતન્ય સ્વભાવમાં સમસ્ત પદાર્થોનો સમૂહું પ્રતિબિંબિત થઈ રહ્યો છે જે નિજ અને પરના પ્રકાશ સમૂહની ભાવનાથી તન્મય છે અને તે અકૃત્રિમ છે, તે કોઈનું કર્યું નથી.'
ભાવાર્થ:- તે જ્ઞાનમાં સ્વભાવથી જ લોક-અલોકના સમસ્ત પદાર્થો પ્રતિબિમ્બિત થઈ રહ્યાં છે. કેમ થઈ રહ્યાં છે? તેનો ઉત્તર એ છે કે તે સ્વ-પર પ્રકાશક ભાવનાથી તન્મય છે. તેની એ વિશેષતા છે કે તેમાં નિજ અને પર પદાર્થોનું પ્રતિફલન સ્વયમેવ થાય છે તે અકૃત્રિમ છે–અનુભવમાં આવે છે પણ વચનો દ્વારા કહી શકાતું નથી. અમૃતચંદ્રદેવના આધારે પ્રતિભાસના સ્વરૂપને કહેવું વચનાતીત છે. છતાં પણ સંતોએ તેનો પરિચય જેટલી માત્રામાં આપ્યો છે તેટલો પર્યાપ્ત છે.
“પ્રતિભાસ” એ શબ્દના અનેક પર્યાયવાચી નામનો ઉલ્લેખ જોવા મળે છે. જેવા કે- સ્વચ્છત-ઝલક-અવભાસન-નિર્મળતા-ઉજ્જવળતા-પ્રતિબિંબિત-પ્રતિફલન-વિકલ્પ -જોયાકારજ્ઞાન-પ્રકાશન વગેરે એકાર્થ વાચક છે.
આ “પ્રતિભાસ' શબ્દનો પ્રયોગ ક્યાંય તો લક્ષના રૂપમાં જોવા મળે છે, ક્યાંય જ્ઞાનત્વના રૂપમાં, ક્યાંય ભ્રાંતિના રૂપમાં, ક્યાંય ભાવેન્દ્રિયના રૂપમાં વપરાયેલો જોવા મળે છે. સામાન્યપણે તેનો અર્થ સ્વ-પર પ્રતિભાસકપણામાં જોવા મળે છે.
જિનવાણીમાં સમ્યગ્દર્શન કેમ પ્રગટે? તેના માટે ભેદજ્ઞાનનો માર્ગ બે પ્રકારે પ્રતિપાદિત કરેલ જોવા મળે છે. (૧) દૃષ્ટિ પ્રધાન કથન દ્વારા અને (૨) જ્ઞાન પ્રધાન કથન દ્વારા પણ શુદ્ધાત્માના જ દર્શન કરાવે છે. તેથી આ પ્રતિભાસ માત્ર અનેકાન્તની જ સિદ્ધિ કરાવનારો નથી પરંતુ શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. આ પ્રકારે જ્ઞાનપ્રધાન માર્ગ પણ દૃષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિ કરાવનાર છે.
સ્વ-પરના પ્રતિભાસ પાસે લાલબત્તી ધરી છે. થોભો !વિચારો ! જ્ઞાનની સ્વચ્છતામાં સ્વ-પર બે જણાય છે કે બે પ્રતિભાસે છે? અકાટય ન્યાય- પ્રતિભાસ કદી એકનો ન