________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
35 જાય છે તે આત્માનો ઉપયોગ જ નથી, તે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર છે. સાધકને ભાવેન્દ્રિયથી ભેદજ્ઞાન થઈ ગયું છે માટે તેને તેમાં અહમ્ થતું નથી. અહમ્ હંમેશા એક જગ્યાએ હોય છે.
પરમાગમસાર બોલ નં-૪૮૨ માં પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કેછે. પ્રશ્ન-સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડ જ્ઞાન બન્ને એક સાથે હોય? ઉત્તર- સમ્યગ્દષ્ટિને અખંડની દૃષ્ટિ છે તેમ ખંડ-ખંડ જ્ઞાન શેયરૂપ છે. એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે અને જેટલું પરલક્ષી પરસત્તાવલંબી જ્ઞાન છે તે દુઃખરૂપ છે. સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં ગયો તે ખંડજ્ઞાન છે. ત્યારે જ અંતરંગમાં પરિણતિમાં અખંડના અનુભવરૂપનું અતીન્દ્રિયજ્ઞાન છે. એક જ પરિણામ છે માટે બન્ને સાથે છે. આ વિષયનું સ્પષ્ટીકરણ કરતા વચનામૃતોનો એક અલગ વિભાગ કરી તેને આ પુસ્તકમાં વણી લીધેલ છે.
(૪) વ્યવહાર સ્વ-પર પ્રકાશક જ્ઞાનનું સ્વરૂપ :જેને નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે તેને વ્યવહાર સ્વ-પર પ્રકાશક જ્ઞાન પણ પ્રગટ થાય છે. તેથી તેને સ્વ-પરનો બોધ સહજ સમ્યક થઈ જાય છે. આ પ્રમાણે જૈન દર્શનમાં પ્રયોજનપૂર્વક જ પદાર્થની સિદ્ધિ થાય છે. નિયમસારમાં એક ગાથા એવી મૂકી કે જેમાં કેવળી ભગવાનમાં વ્યવહાર ઉતાર્યો. કેવળી ભગવાન વ્યવહારનયે લોકાલોકને જાણે છે તેમાં શું દોષ છે? કંઈ જ દોષ નથી; કેમકે પરમાં તન્મય થયા વિના અને લોકાલોકની સન્મુખ થયા વિના જાણે છે. ખરેખર તો આત્માને આત્માની સન્મુખ થઈને જાણે છે તો મારામાં લોકાલોકની નાસ્તિ છે તેવું જ્ઞાન સહજ થઈ જાય છે. નજર તો પોતાના આત્મદળ ઉપર છે અને આત્માને જાણતાં-જાણતાં જ્ઞાનના સ્વચ્છત્વમાં લોકાલોકના આકારો જે પ્રતિભાસે છે તે પ્રતિભાસમય શેયાકાર જ્ઞાન જ્ઞાનમાં જણાય જાય છે– તો અસભૂત વ્યવહારનયે કહેવામાં આવે છે કે- જ્ઞાન લોકાલોકને જાણે છે. નિશ્ચયપૂર્વક વ્યવહારનું જ્ઞાન કરાવ્યું તેથી આ જ્ઞાનને પણ સ્વ-પર વ્યવસાયાત્મક કહ્યું. નિર્વિકલ્પ પૂર્ણ કેવળજ્ઞાન પર્યાયમાં ઉપર કહ્યાં તે ત્રણેય જ્ઞાન એક સાથે પ્રગટ થયા છે. તે જ્ઞાનના વિષય ભેદથી પ્રકારો પડી જાય છે. (૧) સ્વપ્રકાશક (૨) નિશ્ચિય સ્વ-પર પ્રકાશક (૩) વ્યવહાર સ્વ-પર પ્રકાશક
(૧) જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવવો હોય ત્યારે સ્વભાવથી કથન કરે. (૨) પરની સન્મુખતા છોડાવવી હોય ત્યારે નિશ્ચયથી કથન કરે. (૩) આખા પૂર્ણ પરિણામી દ્રવ્યનું જ્ઞાન કરાવવું હોય ત્યારે જાણન
સ્વભાવની મુખ્યતાથી કથન કરે. (૪) નિમિત્તને સિદ્ધ કરવું હોય ત્યારે પરપ્રકાશક ધર્મથી કથન કરે. આમ
વિવિક્ષા ભેદે એક જ શુદ્ધોપયોગના આવા પ્રકારો પડી જાય છે.