________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
33
અકલંકદેવે– “આત્માર્થ ગ્રાહક વ્યવસાયાત્મક જ્ઞાનને પ્રમાણ લક્ષણ નિર્મિત કર્યું છે.” આ નિશ્ચય સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાનને નિર્વિકલ્પ પ્રમાણ એટલા માટે કહ્યું કે- જ્ઞાને જ્ઞાયકને જાણ્યો છે અને સાથે આનંદ આવ્યો તેને પણ જાણ્યો. નિર્વિકલ્પ ધ્યાનના કાળે સામાન્ય વિશેષાત્મક આખો પરિણામી આત્મા જ્ઞાનમાં સ્વગ્નેયપણે જણાય છે. જ્ઞાને જ્ઞાનને જાણ્યું તે ‘સ્વ' અને બીજા ગુણોની નિર્મળ પર્યાયને જાણી તે ‘૫૨' આમ અંદરમાં ને અંદરમાં સ્વ-૫૨ પ્રકાશકપણું છે. આ જે નિશ્ચયથી સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રગટયું તેમાં જાણવાની મુખ્યતા રહેલી છે જાણવાના સ્વભાવમાં વિષયનો પ્રતિબંધ છૂટી ગયો હોવાથી યુગપ ્ અક્રમે અનંતગુણ-પર્યાયો સહિતનું પૂર્ણ સ્વશેય જણાય છે. આ સ્વ-પર પ્રકાશક જ્ઞાનને નિશ્ચય એટલા માટે કહ્યું કે–તે એક દ્રવ્યાશ્રિત છે. ‘‘સ્વાશ્રિતો નિશ્ચય'', નિશ્ચય સ્વાશ્રિત છે. વસ્તુવૃત્તિએ અખંડ હોવાથી તેમાં લક્ષ-લક્ષણનો ભેદ દેખાતો નથી. નિર્વિકલ્પતામાં ધ્યેયપૂર્વક શેય થયું અને તે સમયે જ્ઞાન સ્વ-૫૨ વ્યવસાયાત્મક હોવાથી ખબર પડી કે મને સમ્યગ્દર્શન થયું છે.
નિયમસાર ગાથા ૧૫૯ માં સ્વ-૫૨ પ્રકાશકની આગળ ટીકાકારે ‘કચિત્’’ શબ્દ મૂક્યો. સ્વાનુભવના કાળે પ્રગટ થતું નિશ્ચય સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાન જેનાથી જગતના જીવો અજાણ છે. ‘‘પરાશ્રિતો વ્યવહાર'' વ્યવહા૨ે સ્વ-પર પ્રકાશકપણું સર્વથા નથી. પોતાના દ્રવ્ય-ગુણ અને નિર્મળ પર્યાયને જાણે છે તે નિશ્ચય સ્વ-૫૨ પ્રકાશક છે. ‘‘કથંચિત્'' માંથી નિશ્ચય અને વ્યવહાર બે પ્રકાર પાડયા.
“સ્વ-પર પ્રકાશક શક્તિમેં ભેદ નહીં ભાસતું હૈ;
સ્વ-૫૨ પ્રકાશક શક્તિ અખંડ રીતિ ધ૨ી હૈ.”
""
આ જે નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાન છે તે અખંડ જ્ઞાન છે. સ્વ-૫૨ બે જણાય છે તેવા ભેદ પણ નહીં. તે સ્વ-પર પ્રકાશક જ્ઞાનને અખંડ જ્ઞાન કરતો તે પોતે પોતાથી જ
અખંડપણે અનુભવાય છે જણાય છે. આ અખંડ જ્ઞાન જ્ઞાયકથી તાદાત્મ્ય હોવાથી તેમાં જ્ઞાયક જ સ્વશેયપણે જણાય રહ્યો છે. આ અતીન્દ્રિય સ્વ-પર પ્રકાશક જ્ઞાનને ભાવેન્દ્રિયની બિલકુલ અપેક્ષા નથી. તે પરના આલંબન વિના, ૫૨ની અપેક્ષા વિના, ૫૨ની સન્મુખતા વિના, ૫૨થી તન્મય થયા વિના ૫૨પ્રકાશક એવા જાણકભાવ સ્વરૂપે પોતે જ પોતાથી પરિણમી જાય છે. આ ૫૨પ્રકાશક સ્વભાવને કોઈ ટાળી શકતું નથી. આ પ૨પ્રકાશકના કાળે પણ શેયપણે તો એક શાયક જ દેખાય છે. જ્ઞાનશક્તિ મારી અને પ્રમેયત્વ શક્તિ પણ મારી હોવાથી દ્રવ્ય-ગુણ-પર્યાય એવા પ્રમેયમયી આત્માને જ્ઞાનશક્તિમયી આત્મા જાણે છે. નામ ભેદ હોવા છતાં વસ્તુભેદ નથી; તેથી આત્મા જ આત્માને જાણવારૂપે પરિણમે છે. જાણનાર પણ હું અને જણાવા યોગ્ય પણ હું તેવો અભેદ ચેતના સર્વસ્વ હું છું.