________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
અજ્ઞાનીને ઉપચરિત સભૂત વ્યવહારનયનું સ્વરૂપ કેમ જલ્દી સમજાતું નથી તેનું એક કારણ છે કે તેને અનાદિનું એવું શલ્ય પડ્યું છે કે- જ્ઞાન સ્વ-પર બન્નેને જાણે છે. આ શલ્ય નીકળવું ઘણું કઠિન છે. કારણ કે- સ્વને જાણતાં જાણતાં પર જણાય જાય છે તે ઉપચાર સત્યાર્થ લાગતો હોવાથી તેના જ્ઞાનમાંથી નિશ્ચય છૂટી જાય છે અને તે મિથ્યાષ્ટિ રહી જાય છે. સેટિકાની ગાથામાં લખ્યું કે-જ્ઞાન વ્યવહાર પર દ્રવ્યોને જાણે છે તો પરમાર્થે જ્ઞાનની શું સ્થિતિ છે તે વિચારીએ. જ્ઞાન વ્યવહારે પરદ્રવ્યોને જાણે છે તેમ જો તું માનીશ તો તારી દૃષ્ટિમાંથી આત્માનો નાશ થઈ જશે. “પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું શેય છે એટલે કે- પર્યાયમાં પર દ્રવ્યોનો પ્રતિભાસ દેખી ને કહેવામાં આવે છે કે- પરદ્રવ્યો વ્યવહારે શેય છે. હવે જો પરદ્રવ્યો તેના શેય હોય તો આત્મા ત્રણકાળમાં જ્ઞાનનું શેય થઈ શકે નહીં.
અનુપચરિત સભૂત વ્યવહારનયનું સ્વરૂપ તો જલ્દીથી સમજાય જાય તેવું છે– આત્મા આત્માને જાણે છે તેવા ભેદમાં આવ્યો તેથી શું? તેમાં પણ સાધ્યની સિદ્ધિ થતી નથી. જ્ઞાયક તો જ્ઞાયક છે તેમાં અભેદનો અભેદભાવે અનુભવ થાય છે. આ રીતે જોતાં તો એમ લાગે છે કે તેને ઉપચરિત સભૂત વ્યવહાર સાચો લાગે છે આત્માને જાણતાંજાણતાં પર જણાય જાય છે. તેને સંતો કહે છે કે મારા જ્ઞાનની બહાર કંઈ જ પ્રતિભાસિત થતું નથી. તેથી અંતયની અપેક્ષાએ તો બધું જ્ઞાનનું જ પરિણમન છે. શેયો અનેક છે અને પ્રતિભાસ પણ અનેકના છે તેવું અનેકાકાર જ્ઞાન હોવા છતાં; જ્ઞાન અનેકરૂપ થતું નથી. જ્ઞાન પોતે સ્વયં અનેક વિશેષતાને પ્રાપ્ત થતું હોવા છતાં પરમાર્થે તો જ્ઞાન સ્વભાવ સદા એકરૂપ જ રહે છે. ખરેખર જ્ઞાનની બહાર અમને નિશ્ચય કે વ્યવહાર કંઈ જ દેખાતું નથી.
સ્વ-પર પ્રકાશક જ્ઞાનનું સ્વરૂપ અને તેના પ્રકારો :
“સ્વ-પર પ્રકાશક શક્તિ સદા હી જ્ઞાન કી; કિન્તુ ન હોય કદાપિ જ્ઞાન મેં ખંડ હી.
સ્વ ભી જ્ઞાનમય પર ભી જ્ઞાનમય જ્ઞાનમેં
સદા જનાવે જ્ઞાન મેં જ્ઞાન અખંડ હી.” જ્ઞાન ગગનમાં વિચરતાં પહેલાં એ નિર્ણિત કરવું પડશે કે- જૈનદર્શનમાં પર પદાર્થને ડાયરેકટ જાણવાની કોઈ જ વિધિ નથી. ઈનડાયરેકટ જાણે છે એટલે કેમ જાણે છે? પરના પ્રતિભાસનો જે આવિર્ભાવ થયો છે તેવા શેયાકાર જ્ઞાનને જ જાણે છે પરને નહીં. એ વિષયને યજ્ઞાયક સંબંધ લક્ષણમાં સ્પષ્ટ કરેલ છે. જે જ્ઞાનને ડાયરેકટપણે પરને જાણનારું માને છે તેણે તો અંતર્મુખ દશા પ્રગટવાનો માર્ગ જ બંધ કરી દીધો છે.