________________
38
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ હોય અને લક્ષ કદી (સ્વ-પર) બેનું ન હોય; એટલે કે- “પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું'' આ મહાસિદ્ધાંત છે. સ્વ-પરનો પ્રતિભાસ થવો એ વસ્તુની સ્થિતિ છે અને આ વસ્તુ સ્થિતિને કોઈ મિટાવી શકતું નથી. લક્ષ અનેકનું કે અનંતનું ન હોય પરંતુ એકના લક્ષે અનંતા પદાર્થો જણાય જાય. જ્યાં લક્ષની વાત છે ત્યાં પ્રતિભાસને ગૌણ કરીને વાત છે; નહીં કે પ્રતિભાસનો અભાવ કરીને. પરનો પ્રતિભાસ છે તેમાં નિમિત્તની વિશ્વની સિદ્ધિ થઈ પરંતુ લક્ષ એક અખંડ પરમાત્માનું છે તેમાં આત્માનુભવ સિદ્ધ થયો. આ પ્રમાણે વિવિક્ષા સમજે તો તેને કોઈ વિરોધ રહેતો નથી.
સ્વ-પર પ્રતિભાસમયી જ્ઞાન જો બહિર્મુખ થવાનું કારણ હોય તો આવો જોયાકાર સ્વભાવ તો આઠે જ્ઞાનમાં છે; આ શેયાકાર ધર્મનો તો કદી અભાવ થતો નથી અને આવી સ્થિતિમાં તો કોઈ જીવને કદી અંતર્મુખ થવાનો અવકાશ જ રહેતો નથી. તો વસ્તુનું વસ્તુપણું પણ રહેતું નથી અર્થાત્ વસ્તુ જ નષ્ટ થઈ જાય છે. માટે જ્ઞાનનો શેયાકાર સ્વભાવ પરલક્ષ થવાનું કારણ નથી. એ પણ વાસ્તવિકતા છે કે- જોયાકાર જ્ઞાન પ્રતિ સમય જ્ઞાયકની પ્રસિદ્ધિ કરી જ રહ્યું છે, આ વસ્તુ સ્થિતિ હર હાલતમાં મોજૂદ છેતેને કંઈ કરવા ફેરવવાપણાની ગુંજાઈશ નથી. કોઈ માનો કે ન માનો; કોઈનું માનવું ન માનવું એ વસ્તુ સ્થિતિને ક્યાં લાગુ પડે છે!
* જ્ઞાયક અનાદિ અનંત * જ્ઞાયકનું લક્ષણ ઉપયોગ તે અનાદિ અનંત * તે સ્વચ્છ ઉપયોગમાં સ્વ-પરનો પ્રતિભાસ અનાદિ અનંત.
આ ત્રણેય સ્વભાવ અનાદિ અનંત છે તેથી જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે તેવો વિશ્વાસ આવતાં જ તે વિધિમાં આવી જાય છે. પર નથી જણાતું તેવો નિષેધ કરવાની જરૂરત જ ઊભી થતી નથી. જ્યારે સ્વ-પર પ્રકાશકમાં તો તેને વિધિ-નિષેધ કરવો પડે છે કે- જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી. આ પ્રમાણે પ્રતિભાસમાં ભેદજ્ઞાનની જીવંતતા છે. સમયે સમયે આ વસ્તુ સ્થિતિ અને દરેક સમયે... તે સ્વભાવનો સ્વીકાર કરે તો તેને માટે માર્ગ ખુલ્લો જ છે.
જ્ઞાન જ્ઞાયકથી કથંચિત્ અભિન્ન હોવાથી તેનો અનુભવ હોય છે અને ભિન્નનો માત્ર પ્રતિભાસ જ હોય છે. ભિન્નમાં શું લેવું? ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરેનો માત્ર પ્રતિભાસ જ હોય, પરંતુ તેનો અનુભવ ન હોય કારણ કે તે અચેતન છે. નિમિત્તભૂત શેયાકારોના પ્રતિભાસથી જ્ઞાનમાં કિંચિત્ મલિનતા આવતી નથી. આથી જ્ઞાન અનાદિ અનંત મંગલ છે. જ્ઞાન યાકારે પરિણમવા છતાં શેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. આ પ્રકારે સ્વ-પરની જુદાઈ રાખતો પ્રતિભાસ પોતે વચ્ચે અડીખમ ઊભો છે. તે કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોક તેને કદી એકમેક થવા દેતો નથી. લોકાલોક જ્ઞાનમાં