________________
મંગલ શાન દર્પણ ભાગ-૧ સ્વ-પર પ્રકાશકના પ્રકારો બાળ-ગોપાળ ને જે સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે તેમાં પ્રતિભાસની મુખ્યતા રહેલી છે.
સ્વ-પર પ્રતિભાસમયી જ્ઞાન પર્યાયના પ્રમાણમાં હેય-ઉપાદેય કરી અને શુદ્ધાત્માના લક્ષે નિશ્ચય સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટયું-આમાં ઉપાદેય સ્વભાવની મુખ્યતા રહેલી છે જેને ધ્યેયરૂપ સ્વપ્રકાશક જ્ઞાન પણ કહેવાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જે નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રગટે છે તેમાં લક્ષની વિવિક્ષા ગૌણ છે અને અક્રમે જાણવાના સ્વભાવની એટલે કે શેયરૂપ સ્વપ્રકાશકની મુખ્યતા રહેલી છે. સાધકને સવિકલ્પ દશામાં જે સ્વ-પર પ્રકાશક જ્ઞાન રહે છે તેમાં નિશ્ચયપૂર્વક વ્યવહારની સંધિ રહેલી છે. અહીં પણ ભેદથી જ્ઞાનની પર્યાય જ શેયપણે જણાય
છે, પર નહીં. ઉ. કેવળી ભગવાનના સ્વ-પર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞાનત્વની પ્રધાનતા રહેલી છે.
અહીં જ્ઞાનનું પૂર્ણ જ્ઞાનત્વ ખીલી ગયું છે.
આ પ્રમાણે સામર્થ્યને સમજે તો પર સન્મુખતા છૂટી જાય અને સ્વભાવને સમજે તો સ્વસમ્મુખતા થઈ જાય છે. પરના પ્રતિભાસની અપેક્ષાએ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક કહ્યું છે. અભેદ શેય પણે તો એકરૂપ જ્ઞાન જ અભેદપણે જણાય છે તે અપેક્ષાએ તો સ્વપ્રકાશક જ છે.
પ્રતિભાસના સ્વરૂપમાં ગહનતા અને સાર્થકતાસ્વ-પરના પ્રતિભાસનું સ્વરૂપ બતાવી અને સંતોએ આપણા ઉપર કરુણાનો ધોધ વહાવ્યો છે. મોક્ષમાર્ગમાં મહાલવા માટે ઊંચામાં ઊંચો, સહેલામાં સહેલો અને ટૂંકામાં ટૂંકો ભેદજ્ઞાનનો માર્ગ પ્રકાશિત કર્યો છે.
પ્રતિભાસ” એ શબ્દમાં ઘણી ગહનતા અને મર્મ ભરેલો છે. એમાં એવો અતિશય અને ચમત્કાર રહેલો છે કે તે જ્ઞાયકનો સાક્ષાત્કાર કરાવી અને કર્તા બુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિના નાશનો રામબાણ ઉપાય દર્શાવે છે.
પર્યાય મારા કરવાથી થઈ કે જે થવાની હતી એ થઈ ? જ્ઞાનમાં તેનો જે પ્રતિભાસ હતો તેનો તેના અકાળે ઉત્પાદ થયો કે- મેં કરી તો થઈ ? બીજું જ્ઞાનમાં તેનો જે પ્રતિભાસ પડ્યો હતો તેનો આવિર્ભાવ થયો કે કંઈ બીજું થયું? શું થયું? ભવિષ્યમાં થનારી પર્યાયનો જ્ઞાનમાં આવિર્ભાવ થશે. પરંતુ પર્યાયને હું કરું છું તેવી કર્તબુદ્ધિ કદી નહીં થાય.