________________
34.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આ પ્રમાણે જે જ્ઞાન સ્વપ્રકાશક છે તે જ જ્ઞાન પર પ્રકાશક છે. જે જ્ઞાન પર પ્રકાશક છે તે જ જ્ઞાન સ્વપ્રકાશક છે. તેથી આ નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાન પણ સ્વ પ્રકાશક જ છે.
(૩) સાધકની સવિકલ્પ દશાનું સ્વ-પર પ્રકાશકસમયસર ગાથા ૧૧-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થયું; સ્વરૂપમાં ટકાયું નહીં તો સાધક સવિકલ્પમાં આવ્યા. ઉપયોગ અભેદથી છૂટી ગયો છે, અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિ અંદરમાં નિરંતર આત્માને અભેદપણે જાણતી પરિણમી રહી છે. અને સંયોગમાં ઈન્દ્રિયજ્ઞાનના પરાશ્રિત પરિણામ પણ ઉભા થયા છે. બારમી ગાથામાં એમ કહ્યું કે કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. સવિકલ્પદશામાં ભેદને જાણનારું જ્ઞાન ઉભુ થયું છે– એ વાત સાચી છે. હવે પ્રશ્ન છે કે- સાધકનું કયુ જ્ઞાન ભેદને જાણે છે?
* ભેદને, મન અને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે? * અતીન્દ્રિયજ્ઞાનની પરિણતિ પ્રગટી તે ભેદને જાણે છે? * ભેદને જાણવા માટે શુદ્ધોપયોગની જરૂરત છે? * ભેદ છે એ જ્ઞાનનો વિષય છે કે બુદ્ધિનો વિષય છે? * સાધક ભેદને કઈ વિધિથી જાણે છે?
ઉત્તર- સાધકને સવિકલ્પ દશામાં જે વ્યવહાર ઊભો થયો છે તેને જાણવાના બે પ્રકાર છે. આ બન્ને પ્રકાર વ્યવહારમાં જાય છે. નિશ્ચયનયના પ્રકારમાં તો જ્ઞાન આત્માને જ જાણે છે અને જ્ઞાનમાં આત્મા જ સ્વય પણે જણાય છે.
(૧) ભેદોના પ્રતિભાસના કાળે જાણે છે તો જ્ઞાન જ્ઞાનને જ; પણ પ્રતિભાસનું નિમિત્ત દેખીને જ્ઞાન ભેદોને જાણે છે તેવો ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થે ભેદનો નિષેધ તે વ્યવહાર છે અને અભેદનો અનુભવ તે નિશ્ચય છે.
(૨) સમયસાર ગાથા ૩૭૩ થી ૩૮૨ ની ટીકામાં કહે છે કે- જે ભેદો છે તે મનના અને બુદ્ધિના વિષયમાં જાય છે. “આત્મા જ્ઞાન ગોચર છે અને ભેદ બુદ્ધિ ગોચર છે.”
(૩) સમયસાર ગાથા-૭૫ માં કહ્યું કે સાધક સવિકલ્પ ભૂમિકામાં છે ત્યારે પણ તેને જ્ઞાન જ કર્મ બને છે. તે કેવી રીતે? પુગલ પરિણામના જ્ઞાનને એટલે કે જે જ્ઞાનમાં પુદગલના પરિણામ પ્રતિભાસે છે તેવા જ્ઞાનને આત્માના કર્મપણે કરાતા એવા પોતાના આત્માને જાણે છે તેવું જ્ઞાન જ આત્માનું કર્મ છે.
(૪) સાધકને શુદ્ધ પરિણતિમાં પણ આત્મા જણાય છે અને શુદ્ધોપયોગમાં પણ આત્મા જણાય છે-આટલું જ સાધકનું સ્વજોય છે. સવિકલ્પ દશામાં જે ઉપયોગ બહિર્મુખ