________________
32
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કેમ કે તેને ન તો જ્ઞાનના સ્વભાવની ખબર છે અને ન તો જ્ઞાનના સામર્થ્યની ખબર છે.
જીવનું પ્રયોજન વિશુદ્ધ હોય તો તેને જ્ઞાન સ્વભાવ સર્વ તરફથી.. સર્વ અપેક્ષાએ અંતર્મુખ જ દેખાય છે. જ્ઞાન સ્વભાવ કોઈપણ વિવિક્ષાથી બહિર્મુખ છે જ નહીં. આવો જ્ઞાન સ્વભાવ સમજે તેને જ્ઞાન અપ્રગટ રહે? ગુમ રહે? સ્વભાવ ક્યાં જાય? જ્ઞાન સ્વભાવ હર હાલતમાં સ્વભાવને જ પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. જ્ઞાનની પ્રત્યેક પર્યાય સ્વકાર્ય કરવામાં પરમુખની અપેક્ષા રાખતી જ નથી. જ્ઞાન પોતાનું કાર્ય કરવામાં પોતે પોતાથી જ શક્તિશાળી અને સક્ષમ છે. તેણે જ્ઞાન સ્વભાવની નૈસર્ગિક લીલાને જોવી તો પડશે જ. જ્ઞાન સ્વભાવમાં ડૂબકી મારતાં જણાયું કે ત્યાં માત્ર જાણવું.. જાણવું.... જાણવું સિવાય અન્ય કંઈ જ નથી. તેમાં નથી શેયોની આહટ કે નથી શેયાકારોની તરંગાવલિ; ત્યાં એકરૂપ અખંડ જાણનભાવમાં તો માત્ર જાણનભાવ જ છે.
(૧) સ્વપ્રકાશક જ્ઞાનનું સ્વરૂપઆ સ્વપ્રકાશકતા તે જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ છે. જ્ઞાન પર્યાયને સામાન્ય દ્રવ્યનું જ અવલંબન છે અને જેનું અવલંબન છે તેનું જ અવલોકન છે. “સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો.” જ્ઞાનને જેનું લક્ષ છે તેમાં જ તેનું અહમ્ હોવાથી ત્યાં માત્ર સ્વલક્ષ સ્વભાવાત્પણું જ વર્તે છે.
સ્વપ્રકાશક જ્ઞાનનો વિષય અપરિણામી ધ્રુવ તત્ત્વ હોવાથી તેને પરમ શુદ્ધ નિશ્ચયનય પણ કહેવાય છે. આ નિર્વિકલ્પ નિશ્ચયનયની અપેક્ષાએ નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાન પણ પ્રમાણની કોટિમાં ચાલ્યું જાય છે. માત્ર સર્વોપરી તત્ત્વમાં જ ઉપાદેયતા હોવાથી સ્વપ્રકાશકની અપેક્ષાએ અંદરનું સ્વ-પર પ્રકાશક પણ હેય કોટિમાં ચાલ્યું જાય છે. કેમ કે- જ્ઞાન પર્યાયનો અનંતો પુરુષાર્થ જ્ઞાયકની સન્મુખ વર્તતો હોવાથી તેનાં ફળમાં બાકીના સ્વ-પર પ્રકાશક જ્ઞાનના પ્રકારો વિના પુરુષાર્થે આપોઆપ પ્રગટી જાય છે. સ્વ પ્રકાશકતા તે જ્ઞાનનો મૂળ સ્વભાવ છે. નિયમસાર શુદ્ધોપયોગ અધિકારમાં કહ્યું કે
સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે.” આ જ્ઞાન પર્યાયનો નિશ્ચય સ્વભાવ હોવાથી તે કેવળ શુદ્ધત્માને જ જાણતું પરિણમે છે. “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન” પ્રવચનસારમાં કહ્યું કે કેવળજ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે છે માટે તેને કેવળી કહીએ છીએ.
(૨) નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાનનું સ્વરૂપઃશ્રી પંચાધ્યાય કર્તાએ આ જ્ઞાનને સ્વ-પર વ્યવસાયાત્મક કહ્યું છે. તેના બે પ્રકાર છે(૧) નિશ્ચયથી સ્વ-પર પ્રકાશક અને (૨) વ્યવહારથી સ્વ-પર પ્રકાશક. નિશ્ચય સ્વ-પર પ્રકાશક જ્ઞાન જે નિર્વિકલ્પ ધ્યાનના કાળે પ્રગટ થાય છે તેને