________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ * જ્ઞાન સદાત્મક હોવાથી તે સ્વરૂપથી જ સિદ્ધ છે. * જ્ઞાન નિરપેક્ષ હોવાથી તેમાં સાપેક્ષપણું નથી. * જ્ઞાન સ-અહેતુક હોવાથી તેનો હેતુ અન્ય નથી.
* નિર્વિકલ્પ જ્ઞાન મુખ્ય-ગોણ કર્યા વિના જેમ છે તેમ જાણે તેવું જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ થઈ ગયું છે. - સાધક, ઉપચારને ઉપચાર જાણતો હોવાથી તેને તે નિશ્ચયપણે સેવતો નથી, તેથી તેને દોષ પણ લાગતો નથી. પરના પ્રતિભાસને સ્થાપીને પછી તે એમ જાણે કે – જ્ઞાનમાં પર જણાય છે તો તેને કોઈ દોષ લાગતો નથી. તેના ખ્યાલમાં છે કે પોતાને જાણતાં જાણતાં જ્ઞાન પરને જાણે છે તે હેતુવશ કરેલો ઉપચાર છે. પોતાના દ્રવ્ય-ગુણપર્યાયથી બહારની ચીજને જાણે છે તેમ કહેવું તે ઉપચાર છે. પોતાના દ્રવ્ય-ગુણપર્યાયની અંદરમાં જે એક વસ્તુપણે છે તેને જાણવું તે તો નિશ્ચયથી છે.
જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાનને સમજતો નથી તેને ઉપચરિત કરી અને કહે છે કેસ્વ-પરને જાણે તેને જ્ઞાન કહેવાય. આત્માને જાણતાં-જાણતાં. લોકાલોક જણાય જાય તેને જ્ઞાન કહેવાય. તો અજ્ઞાનીને એવું શલ્ય થઈ ગયું કે આત્માને જાણતાં જાણતાં રાગ જણાય જાય છે. જ્ઞાન એકાન્ત રાગની સન્મુખ થાય તે તો જ્ઞાનનો દોષ છે તે તો અજ્ઞાન છે. પરંતુ સ્વને જાણતાં જાણતાં પરને જાણે છે તે જ્ઞાન સાચું છે. જ્ઞાની કહે છે ઊભો રહે! એ જ્ઞાન સાચું નથી; તેમાં તો તારું અજ્ઞાન દેઢ થાય છે. કેમકે અમે જે હેતુવશ ઉપચાર લગાડીને જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું હતું તે વ્યવહારનો તો તને નિષેધ ન આવ્યો!! જિનાગમમાં સ્વપર પ્રકાશક સ્વભાવ કહ્યો છે તે વાત તો તારી સાચી; પણ તે કેવી રીતે કહ્યો છે તે સાંભળ! ત્યાં પ્રમેય છે અને અહીંયા પ્રમાણ તેવો જ્ઞાન-શેયનો વ્યવહાર રહ્યો છે, તો પણ પદાર્થોના આકારોને ઝલકાવતો ચૈતન્યપ્રભામય આત્મા પોતાના ગુણ-ગુણીના અભેદપણાથી તે જ્ઞાન સ્વભાવને ત્યાગતો નથી. જ્ઞાનમાં જે શેયાકૃતિઓ ઝળકી છે તે પણે તો પોતાના જ્ઞાન દર્પણની પ્રભા પરિણમી છે અને તે શેયપણે જણાય છે. વસ્તુનો ગુણ વસ્તુથી અનન્ય રહે છે. સાધકને જ્ઞાનની પર્યાયનો ભેદ પડ્યો તો પર જણાય છે તેવો ઉપચાર લાગુ પડ્યો. હવે એ ભેદનો નિષેધ કરીને જ્ઞાની ફરી અભેદમાં ચાલ્યા જાય છે. તેથી અજ્ઞાની પણ જ્યારે ઉપચરિત વ્યવહારનો નિષેધ કરશે ત્યારે તેને અંદરમાં જ્ઞાતા-શેયનો નિશ્ચય પ્રગટ થશે.
ઉપચરિત વ્યવહારનયમાં તો જે ગુણ-ગુણીનો ભેદ કહ્યો તેને વ્યવહારમાં નાખ્યો; કારણ કે તે અભેદનો ભેદ છે. જ્યારે પર જણાય છે તેને ઉપચારમાં નાખ્યું કેમ કે વાસ્તવિકપણે તો તેને જ્ઞાન જ જણાય છે, પર નહીં. આનાથી સૂક્ષ્મ એવી વાત કરી કે જ્ઞાન પરને જાણે છે તો તે નયાભાસ છે. આ રીતે નયાભાસ, ઉપચાર અને વ્યવહારમાં તફાવત છે.