________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ઉપચરિત સભૂત વ્યવહારનયનું સ્વરૂપ એક અખંડ પદાર્થમાં તેના અસાધારણ ગુણો વડે ભેદ કરીને તેને પર આલંબન વિશેષણ સહિત ઓળખાવવો તે જ ઉપચરિત સભૂત વ્યવહાર છે. હેતુવશ પોતાના જ ગુણોને પર વડે ઉપચરિત કરવામાં આવે છે. નયનું જ્ઞાન કરવામાં આત્માને લાભ શું થાય ? આત્માને આત્માનો અનુભવ થાય એ પ્રયોજન છે. ઉપચાર પણ કયારે આવે ? જેને અનુપચાર પ્રગટયું હોય એટલે કે જ્ઞાયકને જાણ્યા પછી ઉપચાર લાગુ પડે. આત્માને જાણ્યા વિના પરને જાણે છે તો ઉપચાર પણ આવતો નથી. જ્ઞાન જ્ઞાનને જાણતું ન હોય તો પરને જાણે છે તે ઉપચાર ન લાગે અર્થાત્ સ્વરૂપ સિદ્ધિ વિના પરની સિદ્ધિ થઈ શકતી નથી. જ્ઞાન જ્ઞાનને જાણે છે અને જ્ઞાનને જાણતાં તે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે તો તેને જ્ઞાન જાણે છે તેવો ઉપચાર કરવામાં આવે છે, આ ઉપચાર સત્યાર્થ લાગે તો તે મિથ્યાષ્ટિ થઈ જાય છે.
પંચાધ્યાય ભાગ-૧ ગાથા ૫૪૨-૫૪૩ માં કહે છે કે- “નિશ્ચયથી તત્ત્વનું સ્વરૂપ કેવળ સમાત્ર માનવા છતાં, નિર્વિકલ્પતાના કારણથી જો કે ઉક્ત લક્ષણ ઠીક નથી તો પણ આલંબન વિના નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કહી શકાતું નથી”—અનુભવી શકાય છે.
* જ્ઞાન સ્વ-પર બેને જાણે છે તે લક્ષણ ઠીક નથી. * જ્ઞાનમાં સ્વ-પર બેનો પ્રતિભાસ થાય છે તે લક્ષણ ઠીક નથી. * આત્માને જાણવા છતાં જ્ઞાન સત્ છે. * આત્માને ન જાણવા છતાં જ્ઞાન સત્ છે.
પોતાના સત્ ગુણમાં સ્વ-પરના સાપેક્ષપણાથી ઉપચાર કરવામાં આવે તો ઉપયોગ લક્ષણ સિદ્ધ થતું નથી. આત્માને જાણે છે માટે જ્ઞાન છે તેમાં પણ નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ સિદ્ધ થતું નથી.
આ રીતે સ્વ-પરના આલંબન વિના નિરાલંબી જ્ઞાનનું કથન કરવું અશક્ય છે. હવે સ્વ-પર બન્ને વિષયને બાદ કરી નાખો તો તે જ્ઞાનની પર્યાય સત્ છે. જ્ઞાનમાં સ્વપર બે જણાય છે તો તે જ્ઞાનની પર્યાયને અસત્ લક્ષણ કહ્યું. ઘણી જ સૂક્ષ્મ વાત છે. પ્રવચનસાર ગાથા ૧૦૭ માં કહ્યું કે “દ્રવ્ય સત્, ગુણ સત્પ ર્યાય સત્ આ સત્નો વિસ્તાર છે. સમયસાર બંધ અધિકારમાં ““સત્ અહેતુક એક જેની જ્ઞપ્તિ ક્રિયા કહી છે.' જ્ઞાન પોતાના સ્વરૂપથી સિદ્ધ હોવા છતાં તેને સિદ્ધ કરવા માટે સ્વ-પર વડે ઉપચાર કરવામાં આવ્યો તો સાપેક્ષતા લાગુ પડતાં તે જ્ઞાન પર્યાયનો વ્યવહાર થયો. જે જ્ઞાન સ્વરૂપથી જ સિદ્ધ છે તે જ્ઞાનના સત્પણાની સિદ્ધિ કરવા માટે પરની તો અપેક્ષા નથી પણ તેને જ્ઞાયકનીય અપેક્ષા નથી.