________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
27 તેવું અનિવાર્ય પણ નથી. અજ્ઞાનીને સ્વનો પ્રતિભાસ થાય છે તેથી તેને સ્વ જાણવું જોઈએ તેવું અનિવાર્ય નથી. કેવળી ભગવાનને લોકાલોકનો પ્રતિભાસ થઈ રહ્યો છે પણ લોકાલોકને જાણવું જ જોઈએ તેવું અનિવાર્ય નથી. વળી એવો કોઈ જ પ્રતિબંધ નથી કે જે પ્રતિભાસે તેને જાણવું જ જોઈએ. સ્વ-પર પ્રતિભાસના કાળે ઉપયોગ કોને વિષય બનાવે છે ! સ્વને કે પરને! જો સ્વને વિષય બનાવે તો તે જ ક્ષણે શુદ્ધોપયોગ અને પરને વિષય બનાવે તો તે ક્ષણે જ અશુદ્ધોપયોગ થાય છે.
પ્રશ્ન- સ્વનો પ્રતિભાસ અને સ્વનું જાણવું એક જ છે? ઉત્તર- સ્વનો પ્રતિભાસ થઈ રહ્યો છે તે હકીકત છે અને તેણે આજ દિવસ સુધી સ્વને લક્ષગત્ કરીને જાણ્યો નથી તે પણ હકીકત છે. બાળ-ગોપાળ સહુને જ્ઞાયકનો પ્રતિભાસ હોવા છતાં અનુભવ તો કોઈક ને જ હોય છે. માટે પ્રતિભાસ અને જાણવું એક નથી.
અજ્ઞાનીના જ્ઞાનોપયોગમાં સ્વ-પર બન્ને વિષયનો પ્રતિભાસ તો થાય જ છે... અને તેમાં “સ્વ” શબ્દ પહેલો છે. હવે આનો અર્થ એવો કરવામાં આવે કે – જ્ઞાન “સ્વ” ને જાણે છે તો તે અજ્ઞાની ન કહેવાતાં તે જ્ઞાની કહેવાય. પરંતુ અજ્ઞાની “સ્વ” ને ક્યાં જાણે છે? માટે સ્વ-પર પ્રકાશકનો અર્થ જ્ઞાન સ્વનેય જાણે અને પરનેય જાણે તેવો થતો જ નથી. માટે- સૌ પહેલાં “સ્વ-પર પ્રકાશકની જગ્યાએ સ્વ-પરનો પ્રતિભાસ થાય છે તેમ રાખો. “સ્વ-પર પ્રકાશક” એમાં જે “પ્રકાશક” શબ્દ છે તેનો અર્થ જ “પ્રતિભાસ” થાય છે. અહીં “પ્રકાશક' નો અર્થ જાણવું એવા વાચ્યમાં થતો નથી. હવે કોઈ સ્વ-પર પ્રકાશકને સમજતો નથી તેને દર્પણના દષ્ટાંતે સમજાવ્યું કે–જ્ઞાનમાં સ્વ પણ જણાય છે અને પર પણ જણાય છે. આ અર્થ પણ તે ન સમજી શક્યો એટલે જ્ઞાનીઓએ કરુણા કરીને તેનાથી સરળ અર્થ કર્યો કે- જ્ઞાન આત્માને પણ જાણે છે અને જ્ઞાન પરને પણ જાણે છે. જે જીવો સ્વ-પર અવભાસનનો અર્થ ન સમજતાં હતાં તેને વ્યવહાર દ્વારા પરમાર્થ બતાવ્યો.
પ્રમાણમાંથી શુદ્ધનય કાઢનાર જૈનદર્શનમાં કુશળ છે. પ્રવચનસાર ૧૨૪ ગાથામાં કહ્યું કે – “અર્થ વિકલ્પ જ્ઞાનમ્ પ્રમાણમ્” અર્થ વિકલ્પ એટલે સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક એક સાથે અવભાસન-જાણવું તે જ્ઞાન છે. આમાં જે સ્વ-પર પ્રતિભાસમયી જ્ઞાન છે તે જ્ઞાન પર્યાયનું પ્રમાણ છે તેથી આ પ્રમાણમાં અટકવું નહીં–તે ન્યાયે તેણે સ્વ-પર પ્રકાશક પ્રમાણમાંથી નયમાં આવવું રહ્યું. કેમ કે પ્રમાણ પૂજ્ય નથી, નય પૂજ્ય છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક હોવાથી તે સ્વ-પર બન્નેને જાણે છે તો શું બન્ને ઉપાદેય છે? આ તો મૂળમાં ભૂલ છે કે- જ્ઞાન અને જાણે અને પરને જાણે. આવું માનનારો ઉભયાભાસી છે. સ્વ-પર પ્રકાશક એ જ્ઞાન પર્યાયનું પ્રમાણ એવો