________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
25
પણ સ્વપ્રકાશકપણું અર્થાત્ જ્ઞાયકનો પ્રતિભાસ ગૌણપણે રહી જાય છે. હવે તે જ જીવ બીજા સમયે જ્ઞાયકના પ્રતિભાસને ઉપયોગાત્મક કરે તો સમ્યક્ સ્વપ્રકાશકપણું પ્રગટ થાય છે. એ સમ્યગ્નાનના કાળે પણ ૫૨નો પ્રતિભાસ અર્થાત્ ૫૨પ્રકાશકપણું ગૌણપણે રહી જાય છે. આમ બન્ને સ્થિતિમાં સ્વ-૫૨પ્રકાશકપણું તો રહે જ છે.
તારે ‘સ્વ-પર પ્રકાશક' જોઈએ છીએ ને ? તો સાંભળ ! સ્વ-પર પ્રકાશક કેવી રીતે છે. અજ્ઞાન દશામાં સ્વ પ્રકાશક રહી જાય છે અને ૫૨નું લક્ષ થઈ જાય છે. જ્ઞાન દશામાં ૫૨ પ્રકાશક રહી જાય છે અને આત્માનું લક્ષ થઈ જાય છે.ન્ન આ બન્ને અવસ્થામાં ‘સ્વ-૫૨ પ્રકાશકતા' તો રહે જ છે. લોકાલોકનો પ્રતિભાસ રહી જાય છે અને આત્માનો અનુભવ થઈ જાય છે. લોકાલોકનો પ્રતિભાસ આત્માનો અનુભવ થવામાં કોઈ રુકાવટ ઉપજાવતો નથી. તેમ અજ્ઞાનીને સમયે સમયે આત્માનો પ્રતિભાસ રહી જાય છે અને ૫૨ના લક્ષે ઇન્દ્રિયજ્ઞાનનો જન્મ થઈ જાય છે. આ ભાવેન્દ્રિય પ્રગટવામાં આત્માનો પ્રતિભાસ બાધા ઉપજાવતો નથી. તેથી એમ સિદ્ધ થયું કે- સ્વ૫૨ બે પ્રતિભાસતા હોવા છતાં તેને બન્નેનું એક સાથે લક્ષ થતું નથી. એક સમયે લક્ષ એક ઉ૫૨ હોવા છતાં બીજાનો પ્રતિભાસ રહી જાય છે. ૫૨નું લક્ષ નથી તો ૫૨નો પ્રતિભાસ... પ્રતિભાસ કહેવાય છે, જો ૫૨નું લક્ષ હોય તો તે પ્રતિભાસરૂપ ક્યાં રહ્યું.. ? તે તો અજ્ઞાન થઈ ગયું. શેયો પ્રતિભાસે તો પ્રતિભાસો ! પરંતુ મને તો જ્ઞાયક જ અનુભવમાં આવે છે –આ રીતે તેનું લક્ષ જ્ઞેયના પ્રતિભાસ ઉ૫૨થી પણ છૂટી જાય છે. ૫૨નો પ્રતિભાસ નથી છોડાવવો પરંતુ પરના પ્રતિભાસનો વિશ્વાસ છોડાવવો છે. આથી જ પંચાધ્યાયની ૫૫૮ ગાથામાં ભેદજ્ઞાનનો પ્રાણ સમાયેલો છે. “સ્વપાવમાસò' તેનો અર્થ સ્વ-૫૨ બન્નેને જાણે છે તેવો કરે તો; બંધ માર્ગ; મોક્ષમાર્ગ એવી પરિસ્થિતિનો લોપ થતાં–બધા જ જીવો સમ્યગ્દષ્ટિ હોવા જોઈએ અથવા તો બધા જ જીવો મિથ્યાર્દષ્ટિ હોવા જોઈએ. ન કોઈ બાધક, ન કોઈ સાધક, ન કોઈ સંસારી અને ન કોઈ સિદ્ધ હોવા જોઈએ; અને જો આમ હોય તો સમયસાર બીજી ગાથામાં–સ્વ સમય, ૫૨ સમયની જે વ્યાખ્યા કરી તે અસત્યાર્થ ઠરતાં... ભેદજ્ઞાનનો ઉપદેશ જ નિરર્થક નિવડે છે.
જ્ઞાનમાં સ્વ-૫૨ પ્રતિભાસે છે તે સમયે જ જ્ઞાન કોને વિષય બનાવે છે તેના ઉ૫૨ પરિસ્થિતિ વળાંક લે છે. બધા જીવોને સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે અને વિશેષ વિશેષ વિષયોના ભેદથી તે ઉપયોગના બે પ્રકાર પડી જાય છે. ઉપયોગ અંદ૨માં વળીને સ્વને શેય બનાવે તો તે જ સમયે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થતાં જીવ મોક્ષમાર્ગમાં આવી જાય છે. અથવા ઉપયોગ ૫૨ના પ્રતિભાસને ગ્રહણ કરે તો શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતાં તે જ સમયે જીવ બંધમાર્ગમાં ચાલ્યો જાય છે. આ પ્રમાણે એક સમયમાત્રમાં આવી પરિસ્થિતિ ભજે છે. જો પ્રથમથી જ એમ લઈએ કે– જ્ઞાન સ્વ ને ૫૨ને બન્નેને જાણે છે;
33