________________
26
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તો સ્વ-પર પ્રતિભાસનું સ્વરૂપ ન રહેતાં તેને સંસાર, મોક્ષ એવું વિશેષપણું પણ રહેતું નથી. તો તો વસ્તુ વ્યવસ્થાની સ્થિતિ જ તૂટી જાય છે.
માટે બાળ-ગોપાળને સ્વ-પરનો પ્રતિભાસ અવશ્ય થાય છે, પરંતુ જ્ઞાન બેને જાણતું નથી. સ્વનો પ્રતિભાસ હોવા છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી? પ્રતિભાસરૂપ જ્ઞાયક તો બધાને જણાઈ જ રહ્યો છે, છતાં લક્ષ અનાદિથી પર ઉપર પડ્યું હોવાથી તેને એવું મિથ્યા શલ્ય થઈ ગયું છે કે હું પરને જાણું છું. પરને હું નથી જાણતો તેમ તેને નિષેધ પણ આવતો નથી. કેમકે તેને એવી ભ્રમણા થઈ ગઈ છે કે-સ્વ-પરને જાણવું તે તો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વથી વિમુખ અને પરની સન્મુખ થવાનો ધર્મ ભાવેન્દ્રિયનો છે; જ્ઞાનનો નહીં. જ્ઞાન ભેદની સન્મુખ નથી થતું તો પરની સન્મુખતાની તો વાત જ કયાં રહી ! આ રીતે ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી.
જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક હોય તો ધર્માસ્તિકાયને જાણતાં અજ્ઞાન ન થવું જોઈએ. પરંતુ સ્વને જાણ્યા વિના પરને જાણવા જતાં... જાણેલાનું શ્રદ્ધાન થતાં તે અજ્ઞાની થઈ જાય છે. સમયસાર બંધ અધિકારમાં કહ્યું કે- જ્ઞાન ધર્માસ્તિકાયને જાણે છે અને જ્ઞાનમાં ધર્માસ્તિકાય જણાય છે તો જા તને અધ્યવસાન થઈ ગયું. હવે પરને જાણતાં વિભાવ થતો હોય તો “સ્વ-પરપ્રકાશક” એ સ્વભાવ ન રહ્યો!? જો સ્વ-પર પ્રકાશક એ સ્વભાવ હોય તો પરને જાણતાં મિથ્યાત્વ ન થવું જોઈએ. અજ્ઞાનીએ તેનો એવો અર્થ કર્યો કે- એકાન્ત પરને જાણે તો તો ભ્રાંતિ થાય, પણ સ્વ-પર બેને જાણવામાં શું દોષ? આગમમાં જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક કહ્યો છે. “સ્વ-પર પ્રકાશકમાં તે “સ્વ” તો નામ માત્ર- ભાષામાં બોલે છે, પરંતુ તેના અભિપ્રાયમાં તો ત્યારે પણ એમ જ પડ્યું છે કે- હું પરને જાણું છું; આથી તેને ભાવેન્દ્રિયમાં અહમ વર્તે છે.
- રાગનો પ્રતિભાસ થાય છે તેમાં રાગની સ્વીકૃતિ પણ આવી ગઈ. હવે એ રાગના જ પ્રતિભાસને સ્વય માને તો રાગની સાથે એકત્વબુદ્ધિ થતાં તેને એવી ભ્રાંતિ થઈ કે- હું રાગી. હવે સ્વ-પર પ્રકાશકના પક્ષપાતીનો એવો તર્ક છે કે- જેનો પ્રતિભાસ થાય તેને જ્ઞાન જાણે... જાણે ને જાણે જ, જો પરનો પ્રતિભાસ ન થતો હોય તો તો બરોબર જ છે કે તેને ન જાણે; પણ પ્રતિભાસ થાય અને ન જાણે એમ કેમ બને? તેની દલિલ એ છે કે- જ્ઞાન એકને જાણે અને એકને ન જાણે તે વાત અમને મંજૂર નથી. તેને જ્ઞાની ઉત્તર આપે છે કે સ્વ-પરનો પ્રતિભાસ એવું જ્ઞાન પર્યાયનું પ્રમાણ એવો વ્યવહાર તેમાં એવી તાકાત જ નથી કે તે અક્રમે, યુગપ એક સમયે સ્વ-પર બેને જાણે કેમકે તેનું એક સમયમાં બે ઉપર લક્ષ હોતું જ નથી. તેથી તેની એ દલિત સત્યાર્થ જ નથી. વળી રાગનો પ્રતિભાસ થયો માટે રાગને જાણવું જ પડે તેવો કોઈ નિયમ નથી. રાગનું લક્ષ કરવું જ પડે તેવું ફરજિયાત નથી. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે માટે તેણે રાગને જાણવું જ જોઈએ