________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પૂ. “ભાઈશ્રી” લાલચંદભાઈના હૃદયોદ્ગાર
સ્વ-પર પ્રકાશક અને સ્વ-પરના પ્રતિભાસનો તફાવતઃજ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે તે આગમનું વચન છે. આગમનું બીજું વચન એવું છે કે- જ્ઞાનમાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે. આ બન્ને વાત આગમથી જ પ્રસિદ્ધ છે. “સ્વ-પર પ્રકાશક' વિષય ઘણો જ ગહન અને અત્યંત પ્રયોજનભૂત વિષય છે. આ “સ્વ-પર પ્રકાશક” નો કોયડો ઉકેલવો અસાધારણ હોવાથી તે સદૈવ ચર્ચિત રહ્યો છે. આ મહત્ત્વપૂર્ણ વિષયની ગંભીરતા શું છે? તેની ઉપર થોડો દૃષ્ટિપાત કરીએ.
એજન્ડા ઉપર એ વિષય છે કે સ્વ-પર પ્રકાશક અને સ્વ-પરનો પ્રતિભાસ એ બે વચ્ચે શું તફાવત છે? તે આપણે વિચાર વડે નક્કી કરીએ. જૈન જગતમાં એ વાત અધિક પ્રચલિત છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક હોવાથી જ્ઞાન સ્વનેય જાણે અને પરનેય જાણે છે. આ “સ્વ-પર પ્રકાશક' શબ્દનો બીજો અર્થ અપ્રચલિત રહ્યો છે કે – જ્ઞાનની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે તેને પણ આગમમાં સ્વ-પર પ્રકાશક તરીકે ઓળખાવ્યો છે.
આત્મા જ્ઞાનમય હોવાથી આત્મામાં જ્ઞાન થાય છે-આવા સ્વીકારવાળા જીવને આત્મામાં રાગ થાય છે તે ભ્રાંતિ તો નીકળી ગઈ. આત્મામાં જ્ઞાન થાય છે અને એ જ્ઞાનની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે આવું સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે- આત્મા અને જાણે છે અને આત્મા પરનેય જાણે છે, આવો વ્યવહારનો પક્ષ અનાદિથી ધારાપ્રવાહ ચાલ્યો જ આવે છે. તો શું ખરેખર જ્ઞાન સ્વ-પર બેયને જાણે છે? કે જ્ઞાનમાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે? આ પ્રમાણે ‘સ્વ-પર પ્રકાશક” શબ્દ એક અને તેના વાચ્ય બે થયા. આ બન્ને પ્રકારમાં પૂર્વપશ્ચિમ જેટલો તફાવત રહેલો છે. ઉપર ઉપરથી જોનારને બન્ને સરખું લાગે પણ તેના પેટાળમાં જતાં આ બનેમાં અસાધારણ તફાવત જોવા મળે છે. માટે સૌ પ્રથમ તેણે સ્વ-પર પ્રકાશક એટલે શું? અને સ્વ-પરનો પ્રતિભાસ એટલે શું? તે બન્નેમાં પરીક્ષા કરવી જોઈએ. તેણે નિર્ણય તો કરવો પડશે કે જ્ઞાનમાં બે પ્રતિભાસે છે? કે બે જણાય છે? આ જાણવા માટે તેણે સૌ પ્રથમ વસ્તુ સ્થિતિને અગ્ર કરવી પડશે.
પં. બનારસીદાસજીએ સમયસાર નાટકમાં “સ્વ-પર પ્રકાશક' ને કોયડો કહ્યો છે. જો જ્ઞાન સ્વ અને પર બન્નેને જાણતું હોત તો તેઓ તેને (પૅચ ) -દાવ કહેત ખરા !! આગમમાં જે જ્ઞાનને સ્વ-પર પ્રકાશક કહ્યું તે જ્ઞાનનો મૂળ સ્વભાવ છે; તેથી તેનો વ્યવચ્છેદ કે અભાવ થઈ શકતો નથી. આ સ્વ-પર પ્રકાશકનું રહસ્ય ન સમજે તો જીવ ગોથું પણ ખાઈ જાય છે. આ જે સ્વ-પર પ્રકાશક કહ્યું તે “ભા'ના કાગળ છે. કેમ કે એ તો પ્રમાણજ્ઞાનથી કહ્યું છે... માટે હજુ નયથી સ્વ-પર પ્રકાશક બાકી છે અને સ્વભાવથી