________________
અપેક્ષાવાદ લાગુ પાડવાથી બરાબર વસ્તુ સ્વરૂપ સમજાય તેમ છે. જેઓ દેહ તથા ચૈતન્યને એક માને છે તેઓ ગુણસ્થાનને જીવ રૂપે કહે છે, પણ જેઓ વિવેક જ્ઞાનમાં પ્રવિણ છે તેઓ ગુણસ્થાનેને જીવ કહેતા નથી.
કોઈ શંકા કરે છે કે “ગુણસ્થાન જીવ સ્વરૂપ નથી, તે તે તે ગુણસ્થાનની સ્તુતિ કેમ કરાય છે અને તે તે. ગુણસ્થાનમાં રહેલા મુનિઓને વંદન કેમ કરાય છે?
ઉત્તરમાં કહેવાનું કે-છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનથી મુનિપણની શરૂઆત થાય છે, તેથી જીવ એમ જાણે છે કે છઠ્ઠા આદિ ગુણ સ્થાને મુનિઓને હોય છે અને તેથી મુનિઓને વંદના. કરાય છે. અને તેની ઉપાસના પણ કરાય છે. આંહી વિચાર કરવાનું એ છે કે ગુણસ્થાન આધાર છે અને તેને ધારક જીવ આધેય છે એટલે ગુણસ્થાન આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી,ત ગુણ સ્થાનનો આત્મા સાથે અભેદ નથી પણ અપેક્ષા એ ભેદ છે–જીવથી ગુણસ્થાન કથંચિત્ ભિન્ન છે. આંહી વિશેષતા એ છે કે આ વંદના જીવને શુભ ઉપગનું કારણ છે. વંદના કરનારને શુભ ઉપગ તે વખતે હોય છે, અને આ શુભ પરિણામ જીવને વિવિધ પ્રકારના સંસાર સુખના કારણરૂપ પુન્ય. આપે છે.
ચક્રવતિ, ઈન્દ્ર, તીર્થંકર પદ આદિની પ્રાપ્તિમાં મુખ્ય કારણ પુન્ય છે. આ પુન્યની પ્રાપ્તિમાં મુખ્ય કારણ શુભ ઉપચાગ છે અને શુભ ઉપયોગનું કારણ આ મુનિને કરાતી વંદના વિગેરે છે. એટલે પ્રમત્તાદિ ગુણસ્થાનેને કરાતી વંદના સાંસારિક કલ્યા