________________
૫
કે અસુંદર વિકાર-પરિણામો જણાય છે છતાં તે સર્વ જડ છે, પુદ્ગલના ધર્મ છે, તેને જે ખરેખર તેના મૂળ સ્વરૂપ સાથે એક કરવા સુધી જાણતા નથી તે વ્યવહારે ચારિત્રવાન હોય છતાં નિર્દોષ શુદ્ધ આત્મા જે પરમાત્મ સ્વરૂપ છે તેને પામી શકતો નથી. આ પ્રવૃતિઓ કેટલીક તો એવી છે કે આત્માના જેવા દેખાવ કરે છે છતાં તે પુગળોનેજ વિકાર છે, તે બરાબર લક્ષમાં રાખવાથી જડ ચિતન્યનું વિવેકજ્ઞાન બરાબર થઈ શકશે.
ઇતિ અજીવ અધિકાર.
આશ્રવ અધિકાર. આત્મા જ્યારે પોતાના નિર્મળ શુદ્ધ ઉપગરૂપ આત્મ સ્વરૂપમાં રહે છે, ત્યાંસુધી શુભાશુભકઈ પણ કર્મ બંધ થતો નથી પણ તે શુધ સ્વભાવને ભૂલીને શુભાશુભ ઉપગે પરિણમે છે તેથી નવીન બંધનની શરૂઆત થાય છે, એટલે. શુભ અને અશુભ ઉપગમાંથી કર્મને જન્મ થાય છે. આ શુભાશુભ ઉપગ મન વચન અને શરીરને પ્રવૃત્તિ કરાવે છે એટલે સામાન્ય રીતે શુભાશુભ ઉપગ,મન વચન. ને શરીર ઉપર અધિકાર જમાવે છે તેથી તે પ્રમાણે મનઆદિની પ્રવૃત્તિ થાય છે આ પ્રવૃત્તિને લીધે કર્મ બંધનને લાયક પગલે આત્મા તરફ આકર્ષાય છે. કર્મનું બીજ શુભાશુભ ઉપયોગમાં છે પણ તે ઉપગ જાતે પ્રવૃત્તિ કરી શકતો નથી એટલે હથીયાર તરિકે મન વચન કાયાને વાપરે છે. જેમ.