________________
૪૮
આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એમ બે પ્રકારે છે. દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વનું જ્ઞાન કરવું તે વ્યવહાર જ્ઞાન છે. જેના સારભૂત જીવ અછવ બે પદાર્થો છે. તેને વિસ્તાર તે ચૌદપૂર્વનું જ્ઞાન છે. જીવ અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુન્ય, પાપ, આશ્રવ, સવર, બંધ, નિર્જરા અને મેક્ષ એ નવ ત બને છે. જેમાં ચેતના છે તે જીવે છે. તેનાથી વિપરીત લક્ષણ તે અજીવ છે. તેમાં જડતા છે. શુભ કર્મનાં પુદ્ગલે તે પુન્ય છે. અશુભ કર્મના પુદ્ગલે તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાની પ્રવૃત્તિ રૂપ યોગ એ હેતુથી જે આવે તે આશ્રવ છે. વિરતિથી આવતાં કર્મને અટકાવવા તે સંવર છે. આવેલાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે અને અન્ય જોડાવું તે બધ છે. બધાયેલાં કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદાં કરવાં તે નિર્જરા અને આત્મ પ્રદેશથી બધાં કર્મોનું નિર્જરી જવું તે મેક્ષ છે.
જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વેળાએ ન ભણવું. વિનયપૂર્વક જ્ઞાન શીખવું. બહુમાન પૂર્વક ભણવું, ઉપધાન અને યોગ - વહનની તપશ્ચર્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુરૂને ઓળવવા
નહિં–તેને ઉપકાર ન ભૂલ. અક્ષર, કાન, માત્ર, બિન્દુ પડયા ન રહે તેમ શીખવું, અર્થ સાથે ભણવું. જે ભણવામાં આવે તેને અર્થ બરાબર સમજ–વા–ધારી રાખ. અક્ષર અને અર્થ બન્નેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. તેનાથી સર્વ તનું જ્ઞાન થાય છે.
• આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું, તે નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. આત્માથી જ્ઞાન જુદુ નથી. છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે, ત્યારે વિભાવનું જ્ઞાન, આત્મ જાગૃતિ ન.