________________
જીવના પ્રસંગના અનુભવ વિના તેના શબ્દોનું રહસ્ય સમજી શકાતું નથી. આજ કારણે અનેક મતમતાંતરે અને દર્શને જુદાં પડ્યાં છે.
૫૧ અવિદ્યાથી મુક્તિ તેજ મુક્તિ છે. કોઈ વસ્તુના નાશથી મુક્તિ નથી પણું સતનો વિકાસ કરવાથી આવરણ--અજ્ઞાન દૂર થવાં તેજ મુક્તિ છે. બંધ આંખવાળાની આંખ ઉઘડવી તે આંખે ઉડવા જેવું નથી તેમ મુક્ત થવું તે અજ્ઞાન તેડવાનું છે પણ કાંઈ જીવને નાશ કરવાનો નથી.
પર વિપપગના તાપને ભડકે ભલે કરે પણ તેનાથી પકાવવાની વસ્તુ તમારી પાસે નહિં હોય તે તે તાપને ભડકે બુઝાઈ જશે, તેમ તમે અનેક પ્રયત્નથી વસ્તુ એક્કી કરશો પણુ જેમાંથી વસ્તુ મેળવવાની છે તે પરમાત્મા સાથે સંબધ થયા વિના તે ભડકામાં તમેજ પકાઈ જશે.
૫૩ સતના દર્શન પછીનું જીવન સત થાય છે, પછી તે જે ક્રિયા કરે છે તેમાં તે સતને પ્રકાશ આવી શકે છે. અંતર્ સ્વભાવ– ખરું સત્ય—ખરું તત્વ તે ધર્મ છે. પરમાત્મા તરફ પાછા વાળે તે ધર્મ છે. પરમાત્માને પહોંચવા માટે જે કર્મ કરાય છે તે ધર્મ છે. - ૫૪. સત્ય ધર્મ અંદર છુપે ઉડે રહે છે, તેને લઈને લેકે ઉપરથી માણસને સ્વભાવ પાપરૂપ જોઈને પાપરૂપ માને છે.
૫૫ બીજને રસાયણની પ્રયોગશાળામાં મેલી પૃથક્કરણ કરતાં મહિથી ડાળાં પાંખડાં ફળાદિ કાંઈ નહિં નીકળે, પણ શેડ કાર્બન પિટાસ વિગેરે નીકળશે, તેમ જ્યારે તે વસ્તુ પિતાના ખરા ધર્મમાં આવશે ત્યારે તે વૃક્ષ ફાલશે અને વિસ્તાર પામશે. તેમ આ જીવ પણ અત્યારે જેની તમને કાંઈ પણ કીમત લાગતી નથી તે પણ તેના ખરા ધર્મમાં આવતાં ફાલશે વિસ્તાર પામશેજ.