________________
૧૨૮
૭૮ જેવા થવું હોય તેવું સામું આલબન રાખો. ૭૯ જેના માલીક તમે છે તેના બંધનમાં પણ તમે છે ૮૦ સુખ દુઃખનું કારણ અવૃત્તિ છે. ૮૧ વિચાર મનને સુધારવાનું કારણ છે. ૮૨ જગતનું મૂળ સંકલ્પ છે. ૮૩ નિઃસંકલ્પ જ્ઞાનનું મૂળ છે. ૮૪ દેહાભિમાન સંસારનું બીજ છે. ૮૫ રાગદ્વેપ અધર્મનુ બીજ છે. ૮૬ સમભાવ સત્યજ્ઞાનનું બીજ છે. ૮૭ સદ્દવિચાર જ્ઞાનનું બીજ છે. ૮૮ મમત્વ જગતનું બીજ છે. ૮૯ સર્વ ઈચ્છાઓને ત્યાગ કરે તે મોક્ષનું બીજ છે. ૯૦ ક્રિયા મનને નિયમિત કરનાર સાધન છે તે ધર્મ નથી. ૯૧ સ્વભાવ પ્રમાણે વર્તન થાય છે. ૯૨ જાગૃતિ હેય તે ભૂલ સુધારવા માટે થાય છે. ૯૩ સારા બુરા બને ભાવથી રહિત થવું તે મનનો વિજય છે. ૯૪ અનુભવ જ્ઞાન વિના બ્રાંતિ ભાંગતી નથી.
૫ અધિકાર પ્રમાણે બોલે. માંગે તેને જ જ્ઞાન આપો. ૯૬ અન્યને હલકે જેનાર પિતજ હલકે છે. • ૯૭ પ્રભાતે આખા દિવસ માટે વર્તન નકી કરવું. ૯૮ રાત્રીએ દિવસનું વર્તન-તપાસી જવું. . .
૯૯ જ્ઞાની પાસે રહે. અથવા સામાના આચરણ ઉપરથીજ્ઞાન લેતાં શીખે.