________________
૧૩૮
૫ મનની સ્થિરતા માટે પ્રથમ પાંચથી દશ પ્રાણાયામ સ્થિરતા રહે તેટલા વખતના કુભક સહિત કરવા. પછી આત્મપગ મસ્તકના મધ્યમાં આપી ત્યાં સ્થિરતા કરવી.
૬ સિદ્ધચક્રજીના નવપદ ઉપર ક્રમે બસો પાંચસોવાર નવકાર ગણું તત્કાળ ઉપયોગ બ્રહ્મરધ્રમાં આપવો અને ત્યાં સ્થિરતા કરવી.
૭ બનતી મહેનતે પા કલાકથી વધારેવાર ત્રાટક કરી ઉપયોગ બ્રહ્મરધમાં આપ અને ત્યાં સ્થિરતા અનુભવવી.
૮ ખુધી નિમેન્સેપ રહિત દષ્ટિએ પ્રતિમાજી સન્મુખ જોઈ રહેવું. કેટલીવાર થયા પછી દૃષ્ટિ ત્યાથી ઉપાડી બ્રહ્માધિમાં મૂકવી. અને ત્યાં સ્થિરતા અનુભવવી.
૯ વિચારે દ્વારા આ દુનિયાનું અનિત્યપણું સારી રીતે મનમાં સાવી બ્રહ્મરધમાં ઉપયોગ આપી સ્થિરતા કરવી.
૧૦ દરેક પુદ્ગલીક આકૃતિઓનું ચૂર્ણ બનાવી તેને પરમાણું. અનુભવી બ્રહ્મરઘમાં ઉપયોગ આપી શાંતિ અનુભવવી.
૧૧ કેવળ કુભક કેટલીકવાર કરી શ્વાસોશ્વાસને ધીમા પાડી. બ્રહ્મરધમાં ઉપયોગ આપી શાંતિ અનુભવવી. તેથી મન સ્થીર થાય છે. •
૧૨ હળવે હળવે શ્વાસોશ્વાસને મંદ કરી આત્મપયોગમાં રહી સ્થિરતા અનુભવવી.
૧૩ કેવળ દષ્ટી તરીકે રહી પ્રેર્યું પ્રેરકભાવ દૂર કરી આત્મા ભાવમાં લીન થવું,
૧૪ દરેક કાર્યમાં આત્મોપગથી જાગૃત રહી પછી પ્રવૃત્તિ કરવી.