________________
૧૩૫
૮૧ વિશુધ્ધિ માટે કાયમ જાપ ચાલુ રાખવા.
૮૨ અન્યની કાળી બાજુ જેવાથી મળી આવે છે કેમકે તે અજ્ઞાન દશા છે,
૮૩ આત્મ જાગૃતિ કાયમ હોય તે આવરણ આવતુ નથી.
૮૪ પરમાત્મ સ્વરૂપને બંધ કાયમ રાખે તે મળ સચય ન થવા દેવાનો મજબુત ઉપાય છે.
૮૫ સરખા ગુણવાળાની સાથેજ સબધ જળવાઈ રહે છે. ૮૬ વિરુદ્ધ ગુણવાળાને આપસમાં કલેશ થાય છે. ૮૭ પ્રકૃતિ ઓળખી સામાને સત્વગુણ વાપરી સુધારવા.
૮૮ વિરુદ્ધ ગુણવાળાની ઉપેક્ષા કરવી અથવા મૌન કરી તેનો તે ગુણ તેનામાં બદલાવો.
૮૯ પ્રથમ ગુણ ઓળખ, વિરૂધ્ધ જણાય તે મૌન રહેવું, તેથી તેને ગુણ બદલાવવાની ફરજ પડશે. તેનામાં નમ્રતા આવતાં ગુણ બદલાયો એમ સમજવું.
૯૦ પ્રતિકૂળ સોગ આવી પડતા તેને દૂર કરવાનો વિચાર ન કરતા, અનુકુળ કેમ થવું તે વિચાર કરી તેમ વર્તન કરવું. તેનાથી દૂર રહેવાનો જેટલે પ્રયત્ન કરશે તેટલે ખેદ કે દુખ થશે. - ૯૧ જેવા છે તેવા દેખાઓ. અધિકારથી જેટલા આગળ જશે તેટલા પાછળ હઠવું પડશે.
૯૨ કુદરત પિતાનું કામ તેવી લાયકાતવાળા પાસે કરાવે છે. તમે શાંત રહેશો તે તે કામ અટકવાનું નથી.
૯૩ અભિમાની મનુષ્ય કાંઈ કરી શકતો નથી. શુદ્ધ સ્વરૂપમાં મન લય થયા પછી જ અનેક શક્તિઓ પ્રગટ થાય છે.
૯૪ સ્વાર્થ બુદ્ધિથી જેટલું કરાય છે તેટલું દુઃખરૂપ થાય છે.